રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં ભારે ભારે વરસાદને લઈ ૫૧ રસ્તા બંધ છે. જેમાં પંચાયત હસ્તકના ૩૪ રસ્તાઓ બંધ છે. જૂનાગઢમાં સૌથી વધુ ૧૦ રસ્તાઓ બંધ છે. રાજકોટમા બે હાઈવે બંધ છે અને કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.