વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. આગામી ૧૨મી મે એ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે. ગિફ્ટ સિટી ખાતે શૈક્ષિક સંઘનું ૨૯મું અધિવેશન યોજાવાનું છે. પીએમ મોદી આ અધિવેશનમાં હાજરી આપવાના છે. આ અધિવેશનમાં૧લાખથી વધુ શિક્ષકો હાજર રહેશે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ છે. આ અગાઉ વડાપ્રધાન મોદી ૨૫ એપ્રિલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કરોડોના વિકાસકાર્યોની સોગાત આપશે.
વડાપ્રધાન મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગત સૌપ્રથમ તેમણે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નમો મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીએ સેલવાસમાં નિર્માણ પામેલ અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્દઘાટન કર્યુ ત્યારબાદ તેઓ કુલ ૪૮૫૦ કરોડની ૯૬ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સેલવાસથી વડાપ્રધાન મોદી સીધા જ દમણ રવાના થયા હતા. અહીં પીએમ મોદી સાંજે ૬ વાગ્યે મેગા રોડ-શો કરશે. જે બાદ તેઓ દેવકા સી ફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે. સૌપ્રથમ વાત કરીએ તો નમો મેડિકલ કોલેજ વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપશે.
જાન્યુઆરી ૨૦૧૯માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ૧૮૦ જેટલી કુલ મેડિકલ સીટ છે. જે પૈકી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ૧૪૨ રિઝર્વ સીટ છે. કુલ ૩૫ એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ ૨૬૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે.