અમદાવાદ : સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ યાત્રાધામને હવે રાજય સરાકર વેજ ઝોન એટલે કે, માસાહારમાંથી મુક્તિ અપાવવાની દિશામાં મહત્વના પગલાં ભરવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેજ ઝોન બનાવવાની અગત્યની પ્રક્રિયા પણ આરંભી દીધી હોઇ કરોડો હિન્દુ શ્રધ્ધાળુઓમાં ખુશી અને રાહતની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ દરિયાઈ તટ પર સ્થિત હિંદુઓનું પવિત્ર સ્થાન છે, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં માત્ર શાકાહાર માટે જાર આપવામાં આવી રહ્યું છે. સોમનાથમાં શુદ્ધ શાકાહાર ભોજન માટે કેટલાય વર્ષોથી સ્થાનિક લોકો સહિત લાખો શ્રધ્ધાળુઓની માંગણી ચાલ્યી આવતી હતી. મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, સોમનાથમાં માંસાહાર ન મળવું જોઈએ.
એટલે સુધી કે, ઈંડાના વેચાણનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. સોમનાથની નગરપાલિકા પણ સોમનાથમાં નોન-વેજ પ્રાપ્ત ના થાય તે મતમાં છે. લોકલાગણી અને ધાર્મિકઆસ્થાને ધ્યાનમાં લઇ હવે રાજય સરકાર નક્કી કરી રહી છે કે, પાટણ મેન સ્ક્વાયરથી કાજલી માર્કેટિંગ યાર્ડ સુધી ૩ કિમીના ક્ષેત્રમાં નોન-વેજ ઝોન નક્કી કરવામાં આવશે. અગાઉ ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકાએ માંંસાહારી ભોજનના વેચાણ પર રોક લગાવી દીધો હતો. હવે સરકાર સમગ્ર વિસ્તારમાં નોનવેજ ફૂડ બેન કરી શકે છે. ૨૦૦૬માં જ્યારે સોમનાથ જૂનાગઢ જિલ્લામાં હતું, ત્યારે જિલ્લા કલેક્ટરે ૫૦૦ મીટરના ક્ષેત્રમાં નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
હવે રાજ્ય સરકાર આ તીર્થ સ્થળને વેજ ઝોનમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે. બીજીબાજુ, સોમનાથ ભાજપ અધ્યક્ષનું કહેવું છે કે, સોમનાથને વેજ ઝોન ઘોષિત કરવા માટે સ્થાનિક સ્તરથી એક પ્રપોઝલ તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવી છે. સરકાર આ માંગણી વિશે સકારાત્મક છે. વેજ ઝોન કેટલા વિસ્તારમાં બનશે તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી કેમ કે સોમનાથમાં ૫૦ દુકાનોમાં માછલીનું વેચાણ થાય છે. જો વેજ ઝોન જાહેર થશે તો ૫૦૦ જેટલા વેપારીઓ પ્રભાવિત થશે અને નોન વેજ ફુડ આઇટમોનું વેચાણ અને ઉપયોગ બંધ થશે.