રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના સમર્પણ, માર્ગદર્શન અને યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય છે. શિક્ષક દિવસ નિમિત્તે શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી ના ભાગરૂપે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોજાયેલ જનરલ ક્વિઝ કોમ્પિટિશન માં અમદાવાદ શહેરની વિવિધ સ્કૂલોના બાળકોએ ભાગ લીધો હતો. નારણપુરા વિસ્તાર માં આવેલ નવરંગ માધ્યમિક શાળા વિદ્યાર્થીઓ આયુષ વાઘેલા, યુગ રાઠોડ, યશ ઠાકર, તીર્થાંગીની મોદી તથામાર્ગ દર્શક શિક્ષકા શ્રીમતિ નિશાબેન મિસ્ત્રીની હાજરીમા બાળકોએ ક્વિઝ કોમ્પિટિશન ભાગ લીધો હતો અને આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો જે બદલ નવરંગ માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને સ્કૂલ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Share This Article