નિયંત્રણ ખુબ જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

કોઇ શાયર કહી ચુક્યા છે કે કઇ વાત ક્યારેય , કઇ જગ્યાએ અને કેવી રીતે કહેવામાં આવે તે જરૂરી છે. જો પદ્ધિત યોગ્ય હોય તો વાત ચોક્કસપણે સાંભળી શકાય છે. સોશિયલ મિડિયા પર વાતચીતની રીતને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટે સોશિયલ મિડિયાના વધતા જતા દુરુપયોગને લઇને ચિૅતા વ્યક્ત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યુ હતુ કે તેના દુરુપયોગને રોકવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ભ્રામક માહિતી આપનાર લોકોને ટ્રેક કરવામાં આવે તે જરૂરી છે. અમારી પાસે આને રોકવા માટે કોઇ ટેકનિક નથી તેમ કહીને મામલાને છોડી શકાય નહીં. કોર્ટે આ મામલે પ્વહેલી તકે દિશાનિર્દેશ જારી કરવા માટે કહ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં દીપક ગુપ્તા અને અનુરુદ્ધ બોઝની બનેલી બેંચે કહ્યું હતું કે, કેટલાક સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ એવા બની ગયા છે જે મેસેજાને મોકલનાર અથવા તો ઓનલાઈન કન્ટેઇન્ટને લઇને ભાળ મેળવવામાં પણ નિષ્ફળ છે જે ખુબ જ ખતરનાક બાબત હોઈ શકે છે. બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ આ વૈજ્ઞાનિક મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સક્ષમ નથી. આ કામ સરકારનું છે. આ તમામ મુદ્દાઓને હાથ ધરવા યોગ્ય માર્ગદર્શિકા સાથે સરકારને બહાર આવવાની જરૂર દેખાઈ રહી છે. ટોપ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને કેટલીક સૂચના આપી હતી જેના ભાગરુપે ૧૨ ડિજિટના બાયોમેટ્રિક યુનિટ આધાર સાથે યુઝરના સોશિયલ મિડિયા એકાઉન્ટને લિંક કરવા માટે માર્ગદર્શિકા અથવા તો ફ્રેમવર્ક તૈયાર કરવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે કે કેમ તે અંગે ખુલાસો કરે તે જરૂરી છે. આ મામલાના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, કન્ટેઇન્ટ મોકલનાર અથવા તો વાંધાજનક મેસેજા કરનાર લોકોને ઓળખી કાઢવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલા એક કેસ ઉપર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આ મુજબની વાત કરી હતી. ફેસબુક દ્વારા હાલમાં જ અરજી દાખલ કરવામાં આવી હતી

જેમાં આધાર સંબંધિત કેસોને ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. મદ્રાસ, મુંબઈ અને મધ્યપ્રદેશમાં જુદી જુદી કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોને તેની સમક્ષ મોકલવાની માંગ કરવામાં આવી હતી.  ચિતાની બાબત એ છે કે સોશિયલ મિડિયા પર કેટલાક અરાજક જુથ અને ત્રાસવાદી સંગઠનો પણ સક્રિય છે. આ જુથો પણ સોશિયલ મિડિયા પર ટકેલા છે. આ મિડિયાની મારક ક્ષમતા જે ગતિથી વધી રહી છે તે બાબત ખતરનાક છે. આના કારણે અનેક ખતરા ઉભા થઇ રહ્યા છે. ગયા વર્ષે એવા હેવાલ આવ્યા હતા કે કેન્દ્ર સરકાર સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા માટે ખાસ વ્યવસ્થા પર કામ કરી રહી છે.

જા કે હજુ સુધી કોઇ કામ થયુ નથી. કેટલાક રાજકીય પક્ષોએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રાઇવેસીનો ભંગ ન થાય તે  રીતે કઠોર દિશાનિર્દેશ તૈયાર કરવાની જરૂર દેખાઇ રહી છે. સોશિયલ મિડિયા પર આગ લગાડી રહેલા લોકોને સરળ રીતે પકડી શકાય તેવની વ્યવસ્થા કરવાની જરૂર છે. કઠોર ધારાધોરણ રહેશે તો સોશિયલ મિડિયા પર વાંધાજનક પોસ્ટ રોકાશે. સાથે સાથે આવા તત્વો પોતાની રીતે રોકાઇ જશે.

 

 

Share This Article