દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ૧૯ જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન, જાણો કેટલા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થયું કેદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજે મહાપર્વ – પ્રથમ તબક્કાનું મતદાન

સવારે ૮ થી સાંજે ૫ કલાક સુધી મતદાન

દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ૧૯ જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન

૨.૧૨ કરોડ ઉમેદવારો નક્કી કરશે ૯૭૭ ઉમેદવારોનું ભાવિ

ખબરપત્રીઃ ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને લઇને જે માહોલ જામી રહ્યો છે, તે જોતા આ ચૂંટણીએ અલગ જ રંગ ધારણ કરી લીધો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન કરવાના પ્રથમ તબક્કાનો આજે પ્રારંભ થઇ ગયો છે.

રસાકસીભર્યા ચૂંટણી જંગના પ્રથમ તબક્કમાં દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ૧૯ જિલ્લાના કુલ ૯૭૭ ઉમેદવારોનું ભાવિ આજે ૨.૧૨ કરોડ મતદારો નક્કી કરવા જઇ રહ્યાં છે. સવારે ૮ થી સાંજે પ કલાક સુધી મતદાન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ગુરાતમાં આ વખતે પ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઇ રહ્યો છે. મતદાન મથકો પર દેખાઇ રહેલાે મતદારોનો ઉત્સાહ ભારે માત્રામાં મતદાન થવાની સંભાવનાને શક્યતામાં પલટાવી શકે છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુન મોઠવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિત અનેક મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ – સાંસદોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થઇ જશે.

Share This Article