ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. સુંદરતાનો દુશ્મન એટલે ઉનાળાની સખત ગરમી અને તડકો. તડકામાં ત્વચા કાળી પડી જાય છે. ઘણી વાર શરીરના અમુક હિસ્સા જ કાળા પડી જાય છે. ચહેરાની ત્વચા ટેન થઇ જાય છે. આવી સિચ્યુએશનમાં તમે શું કરશો.
દુપટ્ટાથી ચહેરાને ઢાંકવો અને સનગ્લાસીસથી આંખોને રક્ષણ આપવું. તેમ છતા ત્વચા ટેન થઇ જાય છે. તેના માટે ઘણા ઘરેલૂ ઉપચાર છે. જેના દ્વારા તમે તમારી ટેન થયેલી ત્વચાને દુર કરી શકશો.
- એક ગલગોટાનું ફૂલ લો, તેમાં 8 થી 10 લીંમડાના પાન અને એક લાલ ગુલાબની પાંદડી નાંખીને એક કટોરી પાણીમાં ઉકાળી લો. તેને ફ્રિજમાં મુકીને ઠંડુ કરી લો. ઠંડુ થયા બાદ આ પાણીને ચહેરા પર લગાવવાથી ટેનિંગ તો દુર થશે જ સાથે જ ખીલ પણ દુર થશે.
- બેસન, લીંબુનો રસ અને તેમાં થોડી હળદર અને કાચુ દુધ નાંખીને લેપ તૈયાર કરો. આ લેપને શરીર પર લગાવીને બાદમાં સ્નાન કરી લો. તેનાથી ટેનિંગની સમસ્યામાંથી છુટકારો મળશે.
- એલોવેરા જેલને પપૈયાના પ્લપ સાથે ભેળવીને યોગ્ય રીતે બ્લેન્ડ કરી લો. બાદમાં તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. હળવા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો.
- ટામેટાને કાપીને તેના રસને નિચોવી લો. તમે ઇચ્છો તો તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકો છો. ટેનિંગ વાળી ત્વચા પર ટામેટાને ઘસો. આ પ્રયોગ અઠવાડીયામાં 3 વાર કરવાથી ઝડપથી ફાયદો થાય છે.
ઉનાળાની ગરમીમાં તમે તમારા ચહેરાનું યોગ્ય ધ્યાન રાખવામાં અસમર્થ હોવ તો આ ઉપચાર થકી તમારી ટેનિંગ થયેલી ત્વચાને દુર કરી શકો છો.