જુની દુર કરી નવી ગાડી લેવા ઇચ્છુક લોકોને રાહત મળશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  કેન્દ્રિય બજેટ આડે હવે વધારે સમય રહ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્તમાન સરકાર અંતિમ બજેટ રજૂ કરનાર છે. આ બજેટમાં કેટલીક મોટી રાહતોની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જુની કાર દુર કરીને નવી કાર લેવા માટે ઇચ્છુક લોકોને બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ઓટો ઉદ્યોગ દ્વારા બારે ઉદ્યોગ મંત્રાલયને પોતાની ભલામણ આપી દીધી છે. જુદા જુદા ક્ષેત્રો દ્વારા પોત પોતાની બજેટની ઇચ્છિત માંગ રજૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર જીએસટી, રોડ ટેક્સમાં છુટછાટની સાથે સાથે સસ્તી લોન આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.

જા તમે તમારી જુની કાર કાઢી નાંખીને તેની જગ્યાએ કોઇ નવી કાર લેવા માટે વિચારી રહ્યા છો તો બજેટ બાદ આવુ કરવાથી ફાયદો મળી શકે છે. કારણ કે સરકાર બજેટમાં કેટલીક રાહત આપવાની યોજના બનાવી રહી છે. ઓટો ઉદ્યોગ દ્વારા આગામી બજેટ માટે કેન્દ્ર સરકારને વર્ષ ૨૦૦૦થી પહેલાની ગાડીને દુર કરીને નવી ગાડી લેવા પર છુટછાટ અથવા તો પ્રોત્સાહન આપવા માટે સલાહ આપી છે. આ લાભ જીએસટી અને રોડ ટેક્સમાં છુટછાટ પરાંત રાહતો આપવાની તૈયારી કરવામાં આવી છે. રાહત આપવાની માંગ કરવામાં આવી છે.

ટેક્સમાં છુટછાટ રાહત ફાયનાન્સના સ્વરૂપમાં મળી શકે છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓઅને ઓટો ઉગ્યોગના  પ્રતિનિધીઓ વચ્ચે વાતચીત થઇ ચુકી છે. હાલમાં યોજાયેલી વાતચીતમાં કેટલાક પાસા ઉભરીને સપાટી પર આવ્યા હતા. વાતચીત દરમિયાન કેટલાક સુચન કરવામાં આવ્યા હતા. વીજળીથી ચાલનાર વાહન પર આગામી બજેટમાં કેટલીક મોટી રાહત જાહેર કરવામાં આવી શકે છે.

Share This Article