ગુજરાત : સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી, વધુ બેના થયેલા મોત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ  : સ્વાઇન ફ્લુનો કાળોકેર જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના લીધે વધુ બે લોકોના મોત થયા હતા. આની સાથે જ કુલ કેસોની સંખ્યામાં પણ વધારો થયો હતો. ગાંધીનગર એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. વધુ બેના મોત સાથે સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોના મોતનો આંકડો વધીને ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ગઇકાલ સુધી મોતનો આંકડો સત્તાવારરીતે ૫૪ દર્શાવવામાં આવ્યા બાદ આજે વધીને ૫૬ થયો હતો. ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસો નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી હજુ સુધી દર્દીઓની સંખ્યા ૧૭૧૭ સુધી ગઇકાલે પહોંચી હતી. આજે તમામ વધુ ઉમેરો થયો હતો. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં જ ૬૮૨થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુને લઇને કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. નવા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં પણ નવા કેસો નોંધાયા છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૫૩ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના ચાર કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૭૪ ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૮૧થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુની સૌથી વધુ અસર અમદાવાદમાં છે.

 

Share This Article