ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરાત

નિરીક્ષક અરુણ જેટલીની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે મુખ્યમંત્રીની નિયુક્તિ માટે મળેલી બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વિજયભાઇ ગુજરાતની ગાદી સંભાળનાર ૨૨મા મુખ્યમંત્રી બની ગયા છે. નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની જાહેરત કરવામાં આવી છે.

આ માટેનો પ્રસ્તાવ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેના નામ જાહેર કરવામાં આવ્યો હતો. વિજયભાઇના નામની જાહેરાત થતા જ રાજકોટવાસીઓમાં ખુશી-ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પહેલાની સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે જ કાર્યરત હતા. ફરીથી તેઓ બન્નેની આ પદ પર વરણી કરવામાં આવી છે.

Share This Article