આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેન ન દોડાવવા નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મંડળમાં પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. હવે ઉતર રેલવે દ્વારા આગામી દોઢ મહિના સુધી એટલે કે ૩૧મી જાન્યુઆરી સુધી ૪૬ ટ્રેનો ન દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે. ધુમ્મસના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાત ૪૮ ટ્રેનો સપ્તાહમાં એકથી ત્રણ દિવસ સુધી દોડનાર છે. તેમાં મંડળમાંથી પસાર થનાર ૨૦ ટ્રેનો પણ સામેલ છે. આ ટ્રેનો રદ કરવામાં આવ્યા બાદ રેલવે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

રેલવે અધિકારીઓના કહેવા મુજબ આ સિઝનમાં જોરદાર ધુમમસની સ્થિતી જોવા મળી રહી છે. રેલવે સંચાલનમા ભારે તકલીફ થઇ રહી છે. રૂટીન ટ્રેનોને સમય પર દોડાવવા માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જુદી જુદી ટ્રેનોને રદ કરવામાં આવતા આવનાર સમયમાં ઠંડીની સિઝનમાં જોરદાર હેરાનગતિ યાત્રીઓને થઇ શકે છે. દેશભરમાં કાતિલ ઠંડીની સ્થિતી વચ્ચે હાલમાં ધુમ્મસની ચાદર પણ ફેલાયેલી છે. ધુમ્મસના કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થાય છે. ક્રિસમસના દિવસો  પહેલા હાલમાં ભારે વરસાદની શક્યતા દેખાઇ રહી છે. ૨૫મી ડિસેમ્બર પહેલા વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સંપૂર્ણપણે સાવચેત છે. ધુમ્મસના કારણે વાયુ પ્રદુષણ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Share This Article