અમદાવાદ: અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. અમદાવાદમાં પાંચ ડિગ્રીથી પણ વધુનો ઘટાડો થયો હતો. તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગઇકાલે બુધવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૭.૬ની સરખામણીમાં આજે તાપમાનગગડીને ૧૨.૪ ડિગ્રી થઇ ગયું હતું. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં.
જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણવ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યાછે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકોગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોનીસંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પારો આજે ગગડીને ૧૨.૪ ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પારો હજુપણ ગગડી શકે છે.
આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદાવિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. હાલમાં મિશ્રસિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગનાકેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવકરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેતછે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે.