સેક્સી અદિતિ રાવ તમિળ ક્રાઇમ થ્રીલરને લઇને ખુશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અદિતી રાવ હૈદરીની કેરિયરમાં હવે ધીમે ધીમે તેજી આવી રહી છે.  તે હાલમાં પોતાની તમિળ ક્રાઇમ થ્રીલર ફિલ્મને લઇને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી રહી છે. અદિતી દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં શાનદાર રોલ કરી ચુકી છે. તે દાસ દેવમાં પણ પણ નજરે પડી હતી. સ્પર્ધામાં ટકી રહેવા માટે અદિતી ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મો કરવા માટે પણ ઉત્સુક છે.તે સંજય લીલાની પદ્માવતિ ફિલ્મમાં પણ ટુંકી પરંતુ યાદગાર ભૂમિકા અદા કરી ગઇ હતી.

તે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દેખાઇ હતી.  ફિલ્મમાં લીડ રોલમાં દિપિકા હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ અદિતી રાવ હવે મણીરત્નમની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. અદિતીએ માહિતી આપતા કહ્યુ છે કે તેનુ વર્ષોનુ સપનુ હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મણિરત્નમની ફિલ્મ બોમ્બે નિહાળ્યા બાદ તે ભારે પ્રભાવિત થઇ હતી. મનિષા કોઇરાલાને લઇને પણ ભારે પ્રભાવિત થઇ હતી. એજ વખતે તેને વિચારી લીધુ હતુ કે એક દિવસ મણિરત્નમની સાથે કામ કરવાની ઇચ્છા છે. આખરે તેની ઇચ્છા પૂર્ણ થઇ રહી છે.  બોક્સ ઓફિસ પર જારદાર સફળતા હાંસલ કરનાર બોમ્બે ફિલ્મ વર્ષ ૧૯૯૫માં રજૂ કરવામાં આવી હતી.

જે એક મુસ્લિમ મહિલાની પટકથા હતી. મુસ્લિમ મહિલાની ભૂમિકા મનીષા કોઇરાલા દ્વારા અદા કરવામાં આવી હતી. જે હિન્દુ પુરૂષના પ્રેમમાં પડે છે. હિન્દુ પુરૂષના રોલમાં અરવિન્દ સ્વામીની ભૂમિકા રહી હતી.  અદિતી હાલમાં ફરી એકવાર આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તે સંજય દત્તની સાથે ભૂમિ ફિલ્મમાં પણ દેખાઇ હતી. અદિતી રાવની ગણતરી એક કુશળ અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. તે સારી ભૂમિકાની શોધમાં રહેલી છે.

 

Share This Article