લગ્ન વાળું ઘર હતું. શરણાઈ ના સુર રેલાતા હતા. ઢોલ વાગી રહ્યા હતા. આસપાસ માં વાતાવરણ શોર બકોર કરીને વાતને વાયુ વેગે ફેલાવી રહ્યો હતો કે નજીકમાં લગ્ન છે. લોકો ની અવરજવર વધી ગઈ હતી.મહેમાનોએ ધામાં નાખી દીધા હતા.બાળકો ચારેતરફ કલકારા કરી રહ્યા હતા. સોવ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા.
વીણા માત્ર 11 વર્ષની બહુજ ડાહી સમજુ છોકરી હતી. તેના મમ્મી જોડે તેના નાના- નાની ને મામા સાથે રહેતી હતી.તેના મમ્મી પણ તેના બા- બાપુજી જોડે પિયરે રહેતા હતા. સ્વભાવે એક દમ શાંત સરકારી શાળા ના હિન્દી ના શિક્ષિકા હતા. વીણા તેની લાડકી દીકરી. વીણા આજે વધારે ખુશ દેખાતી હતી.લગ્ન ની સીઝન હોવાથી વીણા ના મામા ના પણ લગ્ન લેવામાં આવ્યા હતા. વીણા નાનપણથી જ મામા તથા નાના નાની સાથેજ રહી હતી.માટે વીણા ને તેના મમ્મી પછી મામા અને નાના નાની નું બહુજ ખાસ તો મામા ની લાડકી ભાણેજ એટલે મામાનું પણ બહુજ તેને. વીણા ના મમ્મી પ્રાથમિક શિક્ષકા હોવાથી આખો દિવસ શાળાએજ પસાર થઈ જતો.
શહેરથી થોડે દુર એક ગામડામાં તે ફરજ બજાવતા હતા. માટે સવારે તેને નીકળી જવું પડતું હતું સાંજે મોડેથી ઘરે પોહચતા. 5 કલાકની શાળા પુરી કર્યા બાદ.તે વીણા ને તેના બા બાપુજીની ઓથમાં મૂકીને જતા બધા સાથે રહેતા. વીણા ના પિતા તો હયાત હતા.પણ ન હતા આવું કહેવું યોગ્ય લાગે.કેમકે વીણા ના મમ્મી ના લગ્ન થયા પછી વીણા નો જન્મ થયો હતો.તેના એકજ વર્ષ માં વીણા ના પિતાને એક પર સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી તે સ્ત્રી સાથે પરણી ગયાં. અને વીણા ના મમ્મી વીણા ને લઈને તેના પિયરે આવતા રહ્યા. અને ત્યાંજ રહીને નોકરી કરવા લાગ્યા. નોકરી કરીને માં બાપ સાથે રહીને વીણા ને મોટી કરવાનો વિચાર કરતા વીણા ના મમ્મી આખો દિવસ થાકીને ઘરે આવતા પણ વીણા ની ચિંતા રહેતી નહિ.કારણ કે વીણા ને સાચવતા નાના નાની ને મામા હતા.
ઘરમાં લગ્ન નો માહોલ હોવાથી નાનકડી વીણા બહુજ આનન્દ માં હતી. વીણા આવીને તેના મામા પાસે બેસી ગઈ. તેને જોયું તો વીણા ના મામા કંકોત્રીમાં બધાજ સગા સબંધી ના નામ લખી રહ્યા હતા. વીણા એ જોયું કેટલી બધી કંકોત્રી પડેલી હતી. સુંદર સુંદર.. પછી થોડી વાર ચૂપ રહ્યા બાદ વીણા ઉત્સાહથી બોલી.” મામા..મામા..મને પણ બધુજ ગુજરાતી લખતા વાંચતા આવડે છે હો. અને મમ્મી પણ રોજ શીખવાડે છે મને.મારા અક્ષરો પણ સરસ થાઈ છે.હું તમારી મદદ કરું લખવામાં?” વીણા ના આવા પ્રેમાળ ભર્યા શબ્દો સાંભળીને તેના મામાએ બહુજ પ્રેમથી કહ્યું.” વીણા બેટા, તું શાંતિથી બેસ અને જો.તારે કામ નો કરવાનું હોઈ. મામાના લગ્ન આવે છેને હમણાં તો તું ત્યારે નાચજે મજા કરજે.આ બધુજ હું કરી નાખીશ તું તમતારે મજા કર.”!!
વીણા ડાહી હતી.તેને તેના મામાની વાત બહુજ સહેલાયથી માની લીધી.અને મામાની બાજુમાં ચૂપચાપ બેસી ગઈ. સામેજ કંકોત્રી નો થપ્પો પડ્યો હતો. તેના પર વીણા ની નજર પડી.વિના એ બહુજ હળવા હાથે એક કંકોત્રી હાથમાં લીધી. કંકોત્રી ગણેશજી ના પ્રારંભથી બહુંજ મજાની લાગતી હતી. જેથી વીણા ને ગમી ને તેને ખોલીને વાંચવા લાગી.
નજર પડતાજ બધાજ સ્નેહી સંબંધીઓ પરિવારના સભ્યોના નામ લખ્યા હતા. હળવેથી શાંતિથી વીણા વાંચી રહી હતી. નીચે ટહુકો વાંચીને વીણા ને ખુશીનો પાર રહ્યો નહિ.તે આતુરતાથી જોરથી બોલી.”મામા..મામા..અહીં જોવો. ટહુકો લખ્યો છે.” મારા મામા ના લગ્ન માં જરૂર આવજો” પછી જુઓ મારુ નામ લખ્યું છે.હું કહું છું બધાને ટહુકામાં કે મારા મામાના લગ્ન માં જરૂરને જરૂર આવજો. મારુ નામ છે પછી.” વિનાની વાત સાંભળીને સોફા પર બેઠેલા તેના નાના નાની ને મામા હસ્યાં. પછી પ્રેમથી ઉન્માદ ભરેલી નજર વીણા સામે કરતા તેના મામા પ્રેમથી બોલ્યા.” તું મામા ની લાડકી દીકરી નથી? તો તારું નામ તો લખવુજ પડેને બેટા!”
મામાની વાત ને તેના લાડ ને જોતા વીણા હરખાતી હરખાતી ફરી પાછી કંકોત્રી જોવા લાગી. ફરી પાછી તે ઉત્સાહથી અને જોરથી બોલી ” મામા..મામા..આ જોવો મારા મમ્મી નું પણ નામ આવ્યું. ત્યાંજ વીણા ના મમ્મી દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા.વીણા તેની પાસે ખુશ ખુશ થતી થતી ગઈ. અને બોલી.”મમ્મી આ જો. મામાના લગ્ન ની કંકોત્રી. તેમાં ટહુકામાં મારુ નામ લખ્યું છે.અને અહીં ઉપર બેન બનેવીમાં તારું નામ લખ્યું છે. પણ આ શું? એવું કેમ થયું? ભૂલ થઈ છે એક. બધાજ ઉત્સાહી વીણા ની સામું જોઈ રહ્યા હતા. વીણા ના મમ્મીએ માથે હાથ મૂકી પૂછ્યું.” કેમ શુ ભૂલ થઈ બેટા,..? ”
વીણા મોઢું બગાડીને બોલી.” મમ્મી..! પપ્પા તો નાનપણથી જ તને અને મને એકલા મૂકીને કોઈ બીજી સ્ત્રી જોડે પરણી ગયા છે.!! તો પણ તારા નામ પાછળ પપ્પાનું નામ લખાઈ ગયું છે ભૂલથી..!!
લગ્નનું ઘર શાંત થઈ ગયું. બધાજ પોતપોતાના કામમાં વળગી ગયા. વીણા ને જવાબ આપ્યા વગરજ…
Guest Author
વૈશાલી.એલ.પરમાર