કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ધારણ કરશે કેસરિયો. ધીરુભાઈ ભીલ સંખેડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે હવે તે ભાજપમાં જોડાશે. જેના કારણે લોકસભા પહેલા ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે. ધીરુભાઈ સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે.
નોંધનીય છે કે, ધીરુભાઈ ભીલ ૧૯૯૫માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ ૧૯૯૮માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ ૨૦૦૨માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. ત્યાર બાદ ૨૦૦૭માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ બાદ ૨૦૧૨માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં તેઓ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આમ છઠ્ઠી વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ૪ વાર જીત મેળવી છે જયારે ૨ વાર ટેવોની હાર નો સામનો કરવો પડ્યો છે.