પ્રદુષણની સામે દુનિયાના દેશો લડત ચલાવી રહ્યા છે. પ્રદુષણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સુરત ખાતે અમલી કરવામાં આવેલી એક અસામાન્ય સિસ્ટમના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટના કારણે ફેલાવવામાં આવતા પ્રદુષણના સ્તરને ઘટાડી દેવામાં અસરકારક રીતે સફળતા મળી રહી છે. આ પ્રકારના પ્રદુષણને ૨૯ ટકા સુધી રોકી દેવામાં સફળતા મળી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા જુલાઇ ૨૦૧૯માં લોંચ કરવામાં આવેલી ઇમિશન ટ્રેડિંગ સિસ્ટમ (ઇટીએસ)ના કારણે ખુબ ફાયદો થયો છે. આ સ્કીમને પ્રદુષણને ઘટાડી દેવાની દિશામાં સારી પહેલ તરીકે ગણવામાં આવે છે. આ માત્ર ભારત માટે જ નહીં બલ્કે વિશ્વ માટે દાખલારૂપ પહેલ તરીકે છે. આ કેપ એન્ડ ટ્રેડ સ્કીમ માટે ૧૫૮ પ્લાન્ટ માટે હસ્તાક્ષર કરવામા આવ્યા છે.
ઔદ્યોગિક હબમાં આ તમામ પ્લાન્ટ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ૧૮મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે સ્કીમના મુલ્યાંકનના તારણો જારી કરવામાં આવ્યા હતા. ઇટીએસ પ્લાન્ટને તેમના પ્રદુષણને ઘટાડી દેવામાં મદદરૂપ બને છે. વાયુ પ્રદુષણના કારણે વર્ષ ૨૦૧૭માં ભારતમાં જે આઠ મોત પ્રદુષણના કારણે થયા તે પૈકી હવાઇ પ્રદુષણના કારણે એકનુ મોત થયુ છે. તમામ લોકો સારી રીતે જાણતા નથી કે ઇન્ડસ્ટ્રીયલ અને પાવર પ્લાન્ટ્સ સાથે મળીને દેશના પીએમ ૨.૫ પોલ્યુશનનુ યોગદાન આપે છે. ઇટીએસ અમલમાં આવે તે પહેલા ૧૫૮ સુરત પ્લાન્ટ્સ પૈકી કેટલાકે પ્રદુષણ ધારાધૌરણનો ભંગ કર્યો હતો. લોંચ બાદ ઇટીએસ દ્વારા આ પ્લાન્ટમાંથી ખાસ ઇમિશન પર પ્રતિ મહિને ૨૮૦ ટનની મર્યાદા મુકી હતી. આ સિસ્ટમ ખર્ચમાં પણ તબક્કાવાર રીતે ઘટાડો કરે છે.