શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. ખીણમાં સ્થિતી સામાન્ય બની રહી છે. તમામ જગ્યાએ સ્કુલ અને કોલેજો ખુલી ગઇ છે. મસ્જિદોમાં પણ નમાજ અદા કરવાની મંજુરી મળી ગઇ છે. આજે શુક્રવારના દિવસે નમાજ અદા કરવાની તક મળતા લોકોને રાહત થઇ હતી. બીજી બાજુ ઇન્ટરનેટ સેવા પણ હળવી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ જાહેરાત કરી હતી કે કાશ્મીર ખીણમાં સ્થિતીને ખુબ ઝડપથી સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આજે સ્કુલ અને કોલેજો ખુલી જતા તંત્રની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ મોટી રાહત થઇ હતી.
રાજ્યના સાંબા જિલ્લામાં અધિકારીઓના નિર્દેશ બાદ ગુરૂવારના દિવસે જ સાંબા ખાતે તો સ્કુલ અને કોલેજ ખુલી ગઇ હતી. આજે અન્યત્ર જગ્યાએ સ્કુલ અને કોલેજા ખુલી ગઇ હતી. તમામ સરકારી કર્મચારીઓ આજે તેમની ઓફિસમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસનાં આભારી કર્ફ્યું બાદ હવે ધીરે ધીરે જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. શુક્રવારે તંત્રએ એક તરફ કર્ફ્યુંમાં આંશિક છુટ આપી, તો બીજી તરફ ફોન અને ઇન્ટરનેટ સર્વિસને પણ આંશિક રીતે ચાલુ કર્યા હતા. ત્યાર બાદ જમ્મુ અને શ્રીનગરની બજારોમાં સામાન્ય વ્યવહાર જોવા મળ્યો હતો. નાગરિકો જુમ્મની નમાજ અદાકરીને મસ્જીદમાંથી બહાર નિકળતા જોવા મળ્યા હતા. અનેક સ્થળ પર લોકો પોત પોતાની જરૂરિયાતોનો સામાન પણ ખરીદતા જોવા મળ્યા હતા. તંત્રનો પ્રયાસ છે કે ઇદને ધ્યાને રાખીને નાગરિકોને કોઇ પણ પ્રકારની સમસ્યા પેદા ન થાય. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારની નમાજ અદા કરવા માટે લોકોને કર્ફ્યુમાં ઢીલ અપાઇ, જો કે આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્તા કરવામાં આવી હતી. સુરક્ષા દળોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કર્ફ્યુમાં ઢીલ આપવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે લીધો હતો. ડોભાલે અધિકારીઓને જણાવ્યું કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે કોઇ પણ કાશ્મીરીને સમસ્યાનો સામનો ન કરવો પડે. આર્ટિકલ ૩૭૦ હટાવવા વિરુદ્ધ થનાર કોઇ પણ પ્રદર્શનની આશંકાને કારણે સુરક્ષાદળોને હાઇએલર્ટ પર રખાયા હતા.
અધિકારીએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળી રાખવા માટે જરૂરિ ઉપાય તરીકે આ નિર્ણય લેવાયો. શહેરનાં સિવિલ લાઇન્સ વિસ્તાર અને ડલ સરોવર હિસ્સામાં પ્રતિબંધનાં એક દિવસ બાદ લોકોને આવન જાવનમાં આંશિક મુક્તિ અપાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ધીરે ધીરે સામાન્ય થઇ જશે. નાગરિકોની પરેશાની પણ ઓછી થઇ જશે તે અંગે મારા પર વિશ્વાસ રાખો. બીજી તરફ ગુરૂવારે ખીણમાં સ્થિતી સામાન્ય થતી દેખાઇ. લોકો રોજિંદા કામો માટે ઘરમાંથી નિકળતા અને બજારમાં જતા જોવા મળ્યા હતા. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં અધિકારીઓનાં નિર્દેશ બાદ ગુરૂવારે શાળા અને કોલેજ પણ ખુલ્યા હતા. બીજી તરફ જમ્મુ કાશ્મીરનાં મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓને પણ તત્કાલ પ્રભાવથી કામ પર પરત ફરવા માટેનાં નિર્દેશ આપ્યા છે.