ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસે તાજેતરમાં ઉદયપુરમાં ચિંતન શિવરનું આયોજન કર્યું અને આગળનો રોડ મેપ બનાવ્યો. જાે કે નવા સર્વેમાં કોંગ્રેસની ચિંતા ઓછી થવાને બદલે વધી ગઈ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશના લગભગ અડધા અડધ લોકો રાહુલ ગાંધીના કામ કરવાની રીતથી બિલકુલ ખુશ નથી. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની લોકપ્રિયતામાં પણ ભારે ઘટાડો થયો છે.
જેના કારણે કોંગ્રેસમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. IANS અને C-Voter દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ ૪૪.૪૪ ટકા લોકો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. આ સર્વે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કામથી કેટલા સંતુષ્ટ છો, તો આસામમાં સર્વેમાં સામેલ ૩૬.૪૧ ટકા લોકોએ કહ્યું હતું કે બિલકુલ સંતુષ્ટ નથી.
તે જ સમયે, ૨૦.૩૫ ટકા લોકોએ થોડા અંશે સંતુષ્ટ કહ્યું, જ્યારે ૧૫.૩૧ ટકા લોકોએ ‘ખૂબ સંતુષ્ટ છીએ એવું જણાવ્યું હતું. કેરળમાં ૨૯.૨૭ ટકા લોકો રાહુલ ગાંધીના કામથી ખૂબ સંતુષ્ટ હતા, ૩૦.૧૧ ટકા કંઈક અંશે સંતુષ્ટ હતા અને ૨૯.૪૫ ટકા લોકોએ સંતુષ્ટ શ્રેણી પસંદ કરી હતી. તામિલનાડુમાં સર્વેમાં સામેલ ૨૩.૮૯ ટકા લોકો રાહુલ ગાંધીના કામથી ઘણા સંતુષ્ટ છે. બીજી તરફ ૪૧.૨૦ ટકાએ કહ્યું કે તેઓ અમુક અંશે સંતુષ્ટ છે અને ૧૭.૬ ટકાએ કહ્યું કે તેઓ સંતુષ્ટ નથી. પશ્ચિમ બંગાળમાં ૪૨.૨૬ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી.
જ્યારે ૨૭.૮૧ ટકાએ કહ્યું કે તેઓ કંઈક અંશે સંતુષ્ટ છે અને ૨૨.૯૧ ટકા લોકોએ અત્યંત સંતુષ્ટ શ્રેણી પસંદ કરી છે. પુડુચેરીમાં ૪૧.૯૫ ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે ૧૯.૦૧ ટકાએ કંઈક અંશે સંતુષ્ટ અને ૧૭.૦૮ ટકા ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તમામ ૫ રાજ્યો સહિત ૪૪.૪૪ ટકા લોકોએ જણાવ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી.
જ્યારે ૧૯.૯૨ ટકાએ કંઈક અંશે સંતુષ્ટ અને ૧૮ ટકાએ ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. આ જ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં લોકો સોનિયા ગાંધીના કામને નાપસંદ કરવા લાગ્યા છે, જેના કારણે તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. સર્વે અનુસાર લગભગ ૪૬ ટકા લોકોએ કહ્યું કે તેઓ સોનિયા ગાંધીના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. જ્યારે ૧૯.૪૩ ટકા લોકો કંઈક અંશે સંતુષ્ટ હતા અને ૧૭.૧૪ ટકા લોકોએ સોનિયા ગાંધીના કામથી ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. આ જ સર્વેમાં જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં ૯.૪ ટકાનો ઘટાડો થયો છે.