અમદાવાદ : મેયર શ્રીમતી બીજલબહેન પટેલ વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિગૃહમાં જરૂરિયાતમંદ દર્દીઓને સરકારી યોજનોઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને સરકારી યોજનાઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હતી, તે તા.૩૦-૯-૨૦૧૮થી બંધ કરાઇ છે, તેની જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઇ છે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૨.૨૫ કરોડ લાભાર્થીઓને કુંટુબ દીઠ વાર્ષિક રૂ.પાંચ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવશે.
આ યોજના હેઠળ વી.એસ.હોસ્પિટલમાં કાન, નાક, ગળાના રોગ, †ી રોગ, માનસિક રોગ, હૃદય રોગ, કિડની રોગ, મગજના રોગ, ગંભીર ઇજાઓ, નવજાત શિશુને લગતા રોગો, ઘૂંંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ વગેરે સારવાર મળવાપાત્ર છે. આ જ પ્રકારે ગુજરાત રાજયની હદમાં વાહન અકસ્માતમાં ભોગ બન્યા હોય તેવા કિસ્સામાં વાહન અકસ્માત સારવાર સહાય યોજના અંતર્ગત ઇજાગ્રસ્તને બનાવના પ્રથમ ૪૮ કલાક દરમ્યાન બનાવ દીઠ રૂ.૫૦ હજારન મફત સારવાર મળવાપાત્ર છે.
આ સિવાય, મુખ્યમંત્રી અમૃતમ્ મા અને મુખ્યમંત્રી અમૃતમ્ વાત્સલ્ય યોજના અંતર્ગત દર્દીઓ વી.એસ. હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે. ખાસ કરીને આ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટન સારવારમાં પ્રતિ ઘૂંટણ રૂ.૪૦ હજારન કેશલેસ સારવાર શકય બનશે. દરમ્યાન મુખ્યમંત્રી સંકÂલ્પત જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ પૈકી વી.એસ.ના ગાયનેક વિભાગ ખાતે ડિલીવરી માટે દાખલ મહિલા દર્દીઓને મેડિકલ ક્રિટીકલ કેર કન્ડીશનમાં બહુ ઉપયોગી નીવડતા એડલ્ટ વેન્ટીલેટર મશીન ત્રણ નંગ ૨૮.૪૮ લાખના ખર્ચે વસાવવામાં આવ્યા છે.