નવીદિલ્હી : સંકટમાં ફસાયેલા શરાબ કારોબારી વિજયમાલ્યાને સોમવારના દિવસે એટલે કે આવતીકાલે લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં રજૂકરવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં હવે વહેલી તકે ચુકાદો આવી શકેછે. કિંગ ફિશર એરલાઈન્સના પ્રમુખ રહી ચુકેલા ૬૨ વર્ષીય વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડરૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ છે. આ કૌભાંડ બાદ વિજય માલ્યા ભારત છોડીને ફરાર થઇગયા હતા અને હાલમાં બ્રિટનમાં છે. ગયા વર્ષે એપ્રિલ મહિના બાદથી પ્રત્યાર્પણ વોરંટજારી કરાયા બાદથી વિજય માલ્યા જામીન ઉપર છે. માલ્યા પોતાની સામે રહેલા મામલાનેરાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે.
જા કે, માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, તેઓએ કોઇપણ લોનલીધી નથી. આ લોન કિંગ ફિશર એરલાઈન્સે લીધી છે. કારોબારી નિષ્ફળતાના કારણે પૈસાડુબી ગયા છે. ગેરંટી આપવાનો મતલબ એ નથી કે તેમને છેતરપિંડી કરનાર વ્યક્તિ તરીકે ગણાવવામાં આવે. માલ્યાએ કહ્યું છે કે, તેઓ મૂળ રકમને ૧૦૦ ટકા પરત આપવાની તૈયારી દર્શાવી છે. આનો સ્વીકારકરવામાં આવે તે જરૂરી છે. માલ્યાની સામે પ્રત્યાર્પણનો મામલો મેજિસ્ટ્રેટનીકોર્ટમાં છેલ્લી ચાર ડિસેમ્બરના દિવસથી ચાલી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સાતમી ડિસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટેમાલ્યાને મોટો ફટકો આપ્યો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને મોટો ફટકોઆપીને તેમની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી કાર્યવાહી માટેની અરજી ઉપરપ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો. હાલમાં બ્રિટનમાં રહેતા વિજય માલ્યાએપોતાના વકીલ મારફતે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ઇડીની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાનીઅરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં ઇડીએવિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી જાહેર કર્યો હતો અને તેમની સંપત્તિ જપ્ત કરવાનીકાર્યવાહી શરૂ કરી હતી. માલ્યાએ આ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીનેસુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે માલ્યાને રાહત આપવાના બદલેઇડીને નોટિસ જારી કરીને તેની પ્રક્રિયાને આગળ વધારવાનો આદેશ આપ્યો હતો.
અત્રેઉલ્લેખનીય છે કે, જુદી જુદી બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાનીલોન લઇને વિજય માલ્યા દેશમાંથી ફરાર થઇ ગયા હતા. ભારત સરકાર તેમને લંડનમાંથી દેશપરત લાવવાના પ્રયાસમાં લાગેલી છે. બ્રિટનના કઠોર પ્રત્યાર્પણ કાયદા હેઠળ લંડનકોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી હાલ ચાલી રહી છે. જ્યાં માલ્યાએ ભારતમાંજેલોની ખરાબ હાલતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસ કર્યાછે. જા કે, ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઈ Âસ્થત આર્થર રોડ જેલનો વિડિયો મોકલ્યો હતો જેમાં ધ્યાન આપવામાં આવ્યાબાદ કોર્ટે જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. આજ કારણસર વિજય માલ્યાને ભારતપ્રત્યાર્પણનો ભય સતાવી રહ્યો છે.