નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી માટે રાજકીય ગરમી જામી છે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. પ્રભાવશાળી લોકોના વિરોધ અને કોઇની પણ નારાજગીની ચિંતા કર્યા વગર ભાજપે વધુ નવ સાંસદોને ટિકિટ કાપી નાંખી છે. ભાજપે ખુબ જ રોમાંચકરીતે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો સિલસિલો જારી રાખ્યો છે. જયપુરના શાહી પરિવારમાંથી સંબંધ ધરાવતી દિયાકુમારીને રાજસ્થાનના રાજસંબંધ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવવાની જારાત કરવામાં આવી છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે તેમના સંબંધોની પણ અવગણના કરી દીધી છે. ભાજપે આ નિર્ણય કરીને વસુંધરા રાજેની નારાજગી વધારીને મુશ્કેલી ઉભી કરી શકે છે. આ પહેલા ભાજપે હનુમાન બેનીવાલને નાગોર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
બેનીવાલ વસુંધરાથી વિરોધ બાદ પાર્ટી છોડીને જતા રહ્યા હતા. બેનીવાલ ભાજપના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર છે. દિયાકુમારીની ઉમેદવારી રાજસંબંધ લોકસભા સીટથી વર્તમાન ઉમેદવાર હરિઓમસિંહ રાઠોડના ખરાબ આરોગ્યના પરિણામ સ્વરુપે નક્કી કરવામાં આવી છે. બાંદાથી સ્થાનિય વિરોધ છતાં સાંસદ ભૈરોપ્રસાદ મિશ્રાની જગ્યાએ આરકે પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. જાતિગત સમીકરણોને ફગાવી દઇને સમાજવાદી પાર્ટીએ શ્યામાપ્રસાદ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. ઝાંસીની લોકસભા સીટ પરથી ઉમા ભારતીએ આરોગ્યના કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ વૈદ્યનાથ ગ્રુપના અનુરાગ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાંચી સીટથી પાર્ટીના વરિષ્ઠ નેતા રામતહેલ ચૌધરીને સંજય શેઠ માટે બેઠક છોડી દેવાની
ફરજ પડી છે.
ઝારખંડના પૂર્વ મંત્રી અને કોડરમાંથી વર્તમાન સાંસદ રવિન્દ્ર રોયની જગ્યાએ આરજેડીમાંથી પાર્ટીમાં સામેલ થયેલા અન્નપૂર્ણા દેવીને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને ગ્વાલિયરમાંથી સાંસદ નરેન્દ્રસિંહ તોમરને મુરેનાથી ટિકિટ આપવામાં આવી છે. ગ્વાલિયરમાંથી વિવેક સેજવાકરને ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનની બાડમેર સીટથી વર્તમાન સાંસદ સોનારામ ચૌધરીની જગ્યાએ કૈલાશ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે ભાજપે મોટી સંખ્યામાં વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. આ સિલસિલો જારી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બળવાની Âસ્થતિ અને મતદારોમાં રહેલી નારાજગીને લઇને ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં તેના વર્તમાન સાંસદો પૈકીના એક તૃતિયાંશ જેટલા સાંસદોને ટિકિટ નહીં આપે તેમ માનવામાં આવે છે. આના સંકેત મળવા લાગી ગયા છે.
હજુ સુધી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો પૈકી અનેક વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ ચુકી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હેઠળ જીતી ચુકેલા મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટ કપાઈ ચુકી છે. હજુ સુધી છેલ્લી ચૂંટણીમાં જીતેલા સાંસદો પૈકી ૭૧ સાંસદોને પડતા મુકવામાં આવી ચુક્યા છે. આ દોર હજુ જારી રહે તેમ માનવામાં આવે છે. ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણીમાં વધુ સારા દેખાવના ઈરાદા સાથે જે સાંસદોની સામે નારાજગી જાવા મળી રહી છે અથવા તો જે સાંસદોના કામને લઇને મતવિસ્તારના લોકો નાખુશ દેખાઈ રહ્યા છે તે સાંસદોની ટિકિટ કાપવામાં આવી રહ છે. હજુ આ આંકડો વધવાના સંકેત છે.