જયપુર : ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં એક મેચ રમાનાર છે. જે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાશે. આઈપીએલની પ્રથમ મેચ જ મહેન્દ્રસિંહના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને જીતી લીધા બાદ રોચક શરૂઆત થઈ છે. રાજસ્થાન અને કિંગ્સ ઈલેવનની મેચ પણ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ઉપર રોમાંચક બને તેવી શક્યા છે. રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ ઘરઆંગણે પંજાબ ઉપર લીડ મેળવવા માટે તૈયાર છે. જાકે કિંગ્સ ઈલેવનમાં ગેઈલ ઉપર નજર રહેશે જે હાલમાં જારદાર ફોર્મમાં છે. આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જારદાર ક્રેઝ રહેનાર છે.
ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૨માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. બંને ટીમો નીચે મુજબ છે.
રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, Âસ્ટવ Âસ્મથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.
કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન, અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.