મેરિયોટ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલે ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધારવા માટે 6 નવી હોટલો માટે કરી ઐતિહાસિક સમજૂતી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કંપનીઓની ભારત જેવા ગતિશીલ દેશમાં વિસ્તાખર કરવાની પ્રતિબદ્ધતા પર ભાર આપે છે. આ અંતર્ગત, પ્રેસ્ટિજ ગ્રુપ ભારતના દક્ષિણી બેલ્ટામાં ડબ્લૂભ, જેડબલ્યુ મેરિયોટ્ટ, ટ્રિબ્યુટ પોર્ટફોલિયો અને મોક્સી બ્રાન્ડ્સમાં નવી હોટલોનું નિર્માણ કરશે અને ચારે બ્રાન્ડોમાં લગભગ 1,000 રૂમ ઉમેરવામાં આવશે.

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલના એશિયા પેસિફિક ક્ષેત્ર  (ગ્રેટર ચાઇના સિવાય) ના પ્રેસિડેન્ટ શ્રી રાજીવ મેનને જણાવ્યું છે કે, “અમે સતત બજારમાં પ્રવેશ વધારવા, વૃદ્ધિને મજબૂત બનાવવા અને આતિથ્યના નવા ધોરણો રજૂ કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. 16 બ્રાન્ડની 120 જેટલી હોટલોનો અમારો પોર્ટફોલિયો ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે, જે મેરિયોટ્ટ ઇન્ટરનેશનલનું મુખ્ય બજાર બની રહ્યું છે. અમે દક્ષિણ એશિયામાં પ્રેસ્ટિજ ગ્રુપ જેવા અનુભવી અને હોટેલ વિકાસકર્તાઓ સાથે મોક્સીની 17 મી બ્રાન્ડ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”

કંપની જેડબ્લ્યુ મેરિયોટ્ટ બેંગ્લોર રિસોર્ટ પ્રેસ્ટિજ ગોલ્ફશાયર રિસોર્ટ અને સ્પા પણ ખોલશે. તે 299 રૂમ્સનો રિસોર્ટ હશે જે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુથી 20-25 મિનિટની અંતરે સ્થિત હશે. તે 2022 સુધીમાં ખુલશે તેવી સંભાવના છે. માઇન્ડફુલનેસના સિદ્ધાંતથી અને જેડબલ્યુ મેરિઓટના ઇરાદાઓ અને પ્રતિબિંબીત ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની પ્રેરણાથી, હોટલ પરિષ્કૃત અને જિંદાદિલ યાત્રીઓ માટે લક્ઝરીનું આશ્રયસ્થાન બનશે. ઉત્તમ ડિઝાઇન કરેલા પ્રોગ્રામિંગ અને સ્વયંભૂ આતિથ્યનો અનુભવ પણ અહીં મળશે.

ભારતના સૌથી મોટા અને સફળ રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, પ્રેસ્ટિજ ગ્રૂપ એ ડબલ્યુ બેંગલુરુ, ટ્રિબ્યુટ પોર્ટફોલિયો રિસોર્ટ બેંગલુરુ, ટ્રિબ્યુટ પોર્ટફોલિયો હોટલ કોચી મરાડુ, જેડબ્લ્યુ મેરિઓટ બેંગ્લોર પ્રેસ્ટિજ ગોલ્ફશાયર રિસોર્ટ એન્ડ સ્પા, મોક્સી ચેન્નાઈ અને મોક્સી બેંગલુરુ ખોલવાની યોજના બનાવી છે. આ તમામ હોટલો 2021 થી 2025 ની વચ્ચે ખોલવાની સંભાવના છે.

શ્રી મેનને જણાવ્યું હતું કે, ભારત એપીએસી. માં અમારા માટે વૃદ્ધિનું મહત્વનું એન્જિન છે. આવકથી લઈને સેવા અને કેટલીક અપવાદરૂપ પ્રતિભા માટે, આ દેશ ઉત્તમ પરિણામો આપે છે. મેરિયોટ્ટ ઈન્ટરનેશનલ પર અમે અમારા માલિકો સાથે ગુણવત્તા અને સેવાના ઉચ્ચતમ ધોરણોને પ્રસ્તુત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારે અહીં અમારા ભાગીદારો સાથે લાંબા અને સફળ સંબંધ છે. પ્રેસ્ટિજ ગ્રૂપ અને મેરિયોટ્ટ ઈન્ટરનેશનલએ ઘણાં વર્ષોથી ખૂબ જ મજબૂત સંબંધ બાંધ્યા છે અને અમને વિશ્વાસ છે કે સાથે મળીને ભારતને આતિથ્ય ક્ષેત્રે પરિવર્તિત કરવા તૈયાર છીએ.

Share This Article