શેરબજારમાં આજે કારોબાર શરૂ થતાની સાથેજ હાહાકાર મચી ગયો હતો. એક્ઝિટ પોલના તારણની સીધી અસર બજાર પરજાવા મળી હતી. પોલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપની સરકારરાજસ્થાનમાંથી જઇ શકે છે. સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ તેની હાલત કફોડી બની શકેછે. આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ સેંસેક્સ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૬૦૦પોઇન્ટ ઘટી ગયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૦૬૯.૯૩ રહી હતી.
નિફ્ટીમાં પણ ૧૯૦પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે દિવસ દરમિયાન શેરબજારમાં મોટો કડાકો રહે તેવી શક્યતાછે. એક્ઝિટ પોલના પરિણામ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસવચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવે છે જ્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં લીડ ધરાવે છે.યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જાવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાનીચર્ચા પણ રહી શકે છે. સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા નવેમ્બર મહિના માટેક્રમશઃ બુધવાર અને શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. વૈશ્વિક મોરચા ઉપરમૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. યુએસ કોર ફુગાવાનાડેટાની અસર પણ જાવા મળી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતની અસર પણ જાવા મળી શકે છે.
ઓપેકકાર્ટલ અને રશિયાના નેતૃત્વમાં સાથી દેશોએ તેલની કિંમતોને અંકુશમાં લેવા માટે તેલઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયનાપરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે.ક્રૂડની કિંમત હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાંઆવી રહ્યો છે.છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો.સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૧.૪૪ ટકા અને ૧.૬૮ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યાહતા. આરબીઆઈએ પણ ગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચેટ્રેડવોર વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.