દુનિયાભરમાં પોર્ન કારોબાર કેટલો છે તે અંગે માહિતી મેળવી લેવાની બાબત ખુબ જ મુશ્કેલરૂપ છે. આના માટે માર્કેટ કદને લઇને હમેંશા ચર્ચા રહી છે. જો કે કેટલાક અંદાજ મુકવામાં આવ્યા છે જે મુજબ કારોબાર અબજોમાં પહોંચી ગયો છે. પોર્ન સાઈટોનો બિઝનેસ ૮૦ અબજ પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. એક અંદાજ મુજબ ઇન્ટરનેટ પર દરેક ચાર સાઈટમાં એક ક્લીક પોર્ન સાઈટ માટે થાય છે. ઇન્ટરનેટ ઉપર પોર્ન સંબંધિત ૪૨૦ મિલિયન ઇન્ટરનેટ પેજ છે.
એટલામાં ઓછું હોય તેમ ઇન્ટરનેટ ઉપર ૪.૨ મિલિયન લાખ પોર્ન સાઈટ છે. ૮ મિલિયન સર્ચ એન્જિન છે. આ આંકડા સાબિત કરે છે કે વર્તમાન પેઢી વિકૃત સેક્સ તરફ આકર્ષિત થઈ છે.લાખો સર્ચ એન્જિન પર લોકો અટવાયેલા રહે છે. કારણ કે તેમની પોર્ન જોવાની ટેવ પડી ચુકી છે. દુષણને રોકવા માટે સરકારના સ્તર પર પણ અનેક પગલા લેવામાં આવ્યા હોવા છતાં પોર્ન કારોબાર સતત વધી રહ્યો છે.