તાજેતરમાં મળતી માહિતી મુજબ ગુજરાતના થીએટર અસોસિયેસન દ્વારા પૂરતી સલામતીના અભાવે સંજય લીલા ભણસાલીની મુવી પદ્માવતનું રિલીઝ અટકાવી દેવામાં આવશે તેવું જાહેર કરાયું છે. આ મુવીને રિલીઝ થવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત રાજ્યને ફરમાન આપવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ ખાતા દ્વારા કોઈપણ જાતની દુર્ઘટના બને તેની જવાબદારી ના સ્વીકારાતા આ પગલું ભર્યાનું જાણવા મળે છે.
હવે જોવાની બાબત એ છે, કે ૨૫ જાન્યુઆરી એ ફિલ્મ રિલીઝ થઇ શકે છે કે નહિ.