ધો. ૧૦ ની પરીક્ષાઓ પૂર્ણ થવા પામી છે. તેમજ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરિણામ પણ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, હવે ડિપ્લોમાં ઈજનેરીની બેઠકો પર વર્ષ ૨૦૨૪-૨૫ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. અગાઉનાં વર્ષોમાં ધો. ૧૦ માં પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૫ મે સુધી ચાલશે. પરંતું વિદ્યાર્થીઓ સી ટુ ડી માટે ૩૦ એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. ૨૫૦ ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી સમજાય તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી વિવિધ માહિતી, માર્ગદર્શિકા, વીડિયો લિન્ક પણ મૂકવામાં આવી છે. જેનાં આધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ ધો. ૧૦ પછીનાં ડિપ્લામાં મેરિટ કઈ રીતે તૈયાર થશે તેની વાત કરીએ તો દર વર્ષે ધો. ૧૦ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની કુલ ૩૦૦ માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસનાં આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. તેમડ સીટુડીમાં આઈટીઆઈ, ટીઈબીની પરીક્ષામાં અંતિમ વર્ષમાં ટ્રેડ થિયરી, વર્કશોપ કેલક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્ક્સનાં આધારે ઓવરઓલ મેટિર તૈયાર કરવામાં આવશે.