સ્કોડા ઓટો ઇન્ડિયાએ તેની નવી સ્કોડા સ્લાવિયા સેડાન માટે પ્રતિ કિમી રૂ. 0.46ની શરૂઆતી કિંમત સાથે સર્વિસ ખર્ચની જાહેરાત કરી છે. આ ખર્ચ 5-વર્ષ અથવા 75,000 કિમી જે વહેલા તે મૂજબ ગણતરીમાં લેવાશે.
સ્લાવિયા 4-વર્ષ અથવા 100,000 કિમીની વોરંટી ઓફર કરે છે, બંન્નેમાં તે પણ વહેલું હોય તેમજ 5 અથવા 6 વર્ષ સાથે 150,000 કિમી સુધી, જે વહેલું હોય, ત્યાં સુધી વિસ્તારવાનો વિકલ્પ આપે છે. વોરંટી ઉપરાંત ગ્રાહકો રૂ. 24,499થી શરૂ થતાં સ્કોડા સુપરકેર પ્રી-પેઇડ પેકેજીસ હેઠળ એકંદર ખર્ચમાં વધુ ઘટાડો પણ કરી શકે છે. સ્ટાર્ડર્ડ, એન્હેન્સ્ડ અને કોમ્પ્રિહેન્સિવ જેવી શ્રેણી હેઠળ વર્ગીકૃત આ મેન્ટેનન્સ પેકેજીસમાં પૂર્વ-નિર્ધારિત મેન્ટેનન્સ અને ખર્ચ હેઠળ વિવિધ મર્યાદિત અને એક્સટેન્ડેડ વેર એન્ડ ટેર (ઘસારો) સામેલ છે. સ્કોડા સુપરકેર અને વિસ્તારિત વોરંટીને એ પ્રકારે ડિઝાઇન કરાઇ છે કે સ્લાવિયાની માલીકી ગ્રાહકો માટે સમસ્યા-મુક્ત રહે તેમજ તેઓ સેડાનના રેસિડ્યુઅલ ખર્ચમાં પણ વધારો કરી શકશે કારણકે આ લાભો આગામી માલીકને આપી શકાશે.
સ્લાવિયાની માલીકીના અનુભવમાં વધારો કરવો એ સ્કોડા ઓટો ઇન્ડિયાના ‘પીસ ઓફ માઇન્ડ’ કેમ્પેઇન હેઠળની વધુ એક પહેલ છે. તેમાં કોમ્પેક્ટ વર્કશોપ સામેલ છે, જે તમામ ગ્રામિણ વિસ્તારોમાં આફ્ટરસેલ્સ સુવિધાને સુલભ બનાવે છે તથા પ્રતિ કિમી સર્વિસ ખર્ચમાં 21 ટકા સુધીનો ઘટાડો કરે છે. પીસ ઓફ માઇન્ડ દ્વારા ગ્રાહકો ઓનલાઇન અથવા વોટ્સએપ દ્વારા સર્વિસ બુક કરી શકે છે તથા માયસ્કોડ એપ સાથે સર્વિસ કોસ્ટ કેલ્ક્યુલેટર દ્વારા ગ્રાહકના ફોન ઉપર વાહનના સર્વિસ રેકોર્ડ ઉપલબ્ધ રહે છે. આ કેમ્પેઇનમાં સ્કોડા આસિસ્ટ રોડ સાઇડ આસિસ્ટન્સ પ્લાનને નવ વર્ષ સુધી વિસ્તારવામાં આવ્યું છે તેમજ કેટલીક સેવાઓ માટે ઘર આંગણા સુધી મોબીકેર મોબાઇલ સર્વિસની પણ જોગવાઇ છે.
સ્કોડા ઓટો ઇન્ડિયાએ 28 ફેબ્રુઆરી 2022ના રોજ નવી સ્લાવિયા લોંચ કરી હતી તેમજ પર્ફોર્મન્સ કેન્દ્રિત 1.5 ટીએસઆઇ સેડાન 3 માર્ચ, 2022ના રોજ લોંચ કરી હતી. બંન્ને પ્રોડક્ટ્સના બુકિંગ અને ડિલિવરી જોરશોરથી ચાલી રહ્યાં છે.