જળવાયુ પરિવર્તનને લઇને એક પછી એક સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. ભારતના કેટલાક ભાગોમાં હાલમાં જે રીતે વરસાદ થઇ રહ્યો ચે તે પણ આના કારણે જ થઇ રહ્યો છે. જળવાયુ પરિવર્તનની અસર હેઠળ દેશના જુદા જુદા ભાગોમાં સામાન્ય કરતા વધારે વરસાદ થઇ રહ્યો છે. દુનિયાભરના દેશોના ખર્ચ વધી જવાના કારણે અર્થવ્યવસ્થા પણ ડામાડોળ થઇ ગઇ છે. જો કે જળવાયુ પરિવર્તનના ખતરાને હાથ ધરવા માટે અમેરિકા સહિતાના તમામ દેશો હાથ મિલાવી રહ્યા છે. વિવિધ સમજુતી કરવામાં આવી રહી છે. સાથે સાથે જાગૃતિ જગાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે.
તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં જળવાયુ પરિવર્તનના પ્રભાવને રોકવામાં હવે અમને સફળતા મળી રહી નથી. હવે દુનિયાના દેશો વધારે ગંભીર બની રહ્યા છે. જેના ભાગરૂપે હવે જળવાયુ પરિવર્તનને હાથ ધરવા માટે બે ખર્વ ડોલરનો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જળવાયુ પરિવર્તનને હાથ ધરવા ગંભીર પગલા ચોક્કસપણે લેવામાં આવી રહ્યા છે. જો કે ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. હાલમાં જ વૈજ્ઞાનિકો અને અભ્યાસ સાથે જાડાયેલા લોકોએ કહ્યુ છે કે જળવાયુ પરિવર્તનને હાથ ધરવા અને તેની માઠી અસરમાંથી બહાર નિકળવા પર એક દશકમાં આશરે બે ખર્વ ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. આ રોકાણ કુદરતી અનુકુળ યોજના પર કરવામાં આવનાર છે. આ રોકાણથી સાત ખર્વ ડોલરનો લાભ થનાર છે. વર્ષ ૨૦૧૫માં થયેલી પેરિસ સમજુતીને અમલી કરવા માટે ભારત સહિત દુનિયાના ૧૯૫ દેશો તમામ ઉપાય કરી રહ્યા છે. આ સમજુતી વર્ષ ૨૦૨૦માં લાગુ કરવામાં આવનાર છે. આ તમામ પગલાનો હેતુ પૃથ્વીના સરેરાશ તાપમાનને બે ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર જતા રોકવાનો રહેલો છે. યુએનના રિપોર્ટ મુજબ હાલમાં કાર્બન ડાયોક્સાઇડનુ ઉત્સર્જન સૌથી વધારે થાય છે.
અમેરિકા નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના રિપોર્ટ પર કહેવામાં આવ્યુ છે કે જળવાયુ પરિવર્તનના કારણે વર્ષ ૨૧૦૦ સુધી કેનેડાની અર્થવ્યવસ્થાને સૌથી વધારે ૧૩ ટકા, અમેરિકાની વ્યવસ્થાને ૧૦.૫ ટકા, ભારત અને જાપાનના અર્થતંત્રને ૧૦ ટકા અને રશિયાને નવ ટકાનુ નુકસાન થનાર છે. બ્રિટનને પણ ચાર ટકા કરતા વધારે નુકસાન થનાર છે. સદીના અંત સુધી અમેરિકાને ૩૪.૫ ખર્વ ડોલરનુ નુકસાન થઇ શકે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડી દેવા માટે કોલસા પર આત્મનિર્ભરતાને ઘટાડી દેવાની જરૂર છે. તેના વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેના વિકલ્પ તરીકે અક્ષય ઉર્જા છે. ભૂમિની કુદરતી અને જળવાયુના અનુકુળ રહે તે પ્રકારના પાકનો ઉપયોગ કરવાથી ખર્ચમાં ઘટાડો થઇ શકે છે. ઉત્પાદન અને નિર્માણ ગતિવિધીથી સરેરાશ તપામાનમાં તઇ રહેલા વધારાના કારણે નુકસાન થઇ રહ્યુ છે. સરેરાશ તાપમાનમાં થઇ રહેલા વધારાના કારણે વિશ્વના દેશો ચિંતિત છે. તાપમાનના વધારાને રોકવા માટે પ્રદુષણના સ્તરને ઘટાડી દેવા પર કામ થઇ રહ્યુ છે. આના માટે હરિયાળાના ક્ષેત્રોને વધારી દેવાની જરૂર છે. પર્યાવરણને અનુકુળ હોય તે રીતે વાહનોની ડિઝાઇન કરવાની જરૂર છે. હજુ પણ દુનિયાની વસ્તીના એક મોટા હિસ્સામાં પાણીથી લોકો વંચિત છે. વરસાદી પાણીના જતન માટે પણ જુદા જુદા પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કઠોર રીતે પ્રતિબંધ લાગુ કરીને જળવાયુ પરિવર્તનના સ્તરને યોગ્ય સ્તર પર લાવવામાં મદદ મળી શકે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે પેરિસ સમજુતીને ૨૦૨૦થી ૨૦૫૦ વચ્ચે લાગુ કરવાથી જે ખર્ચ થનાર છે તેની ભરપાઇ વાયુ પ્રદુષણના કારણે થનાર મોતથી થનાર છે. પ્રદુષણમાં કમી લાવવા માટેના ઉપાય ભારત અને ચીન દ્વારા પણ યુદ્ધના સ્તર પર કરવામાં આવી રહ્યા છે. આવા ઉપાયના સૌથી વધારે લાભ ભારત અને ચીનને જ થનાર છે.