નવી દિલ્હી : ભારતના પ્રતિષ્ઠિત ગોદરેજ પરિવારમાં પણ બિઝનેસ વ્યૂહરચના અને જમીનને લઇને મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. ગોદરેજ પરિવારના મતભેદો સપાટી ઉપર આવતા જ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી મુજબ ગોદરેજ ગ્રુપની સ્થાપના કરવામાં આવ્યા બાદ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી હતી. ગોદરેજ ગ્રુપની સ્થાપના અર્દેશિર ગોદરેજ અને તેમના નાના ભાઈ પિરોજશા ગોદરેજે ૧૮૯૭માં કરી હતી. આની શરૂઆત તાળા વેચવાથી થઇ હતી. ત્યારબાદથી અર્દેિશરે અખબારમાં વાંચ્યું હતું કે, મુંબઈમાં ચોરીના મામલા વધી રહ્યા છે તે વખતે તેઓએ તાળા વેચવાની શરૂઆત કરી હતી. ગોદરેજ ગ્રુપના સ્થાપક નિસંતાન હતા. અર્દેિશરને કોઇ પુત્ર કે પુત્રી ન હતી જ્યારે પિરોજશાને ચાર પુત્રો સૌરાભ, દૌસા, બુરજાર અને નવલ નામના ચાર પુત્રો હતા. સૌરાભ નિસંતાન હતા.
દોસાના પુત્ર રિષભે કંપની ચલાવવામાં કોઇ રસ દર્શાવ્યો ન હતો. અલબત્ત કંપનીમાં રિષભે કોઇ રસ દર્શાવ્યો ન હતો. કંપનીમાં શેર હોલ્ડર તરીકે તેઓ રહ્યા હતા. વન્ય જીવો અને ફોટોગ્રાફીના શોખીન રહેલા રિષભને પણ ક્યારે કોઇ સંતાન થઇ ન હતી. બુરજારના બાળકો ગોદરેજ અને નાદિર ગોદરેજ થયા હતા. બંને ગોદરેજ પ્રોપર્ટી, ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ અને ગોદરેજ એગ્રોવેટનું કામ જાવે છે. નવલની સંતાને જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ કૃષ્ણા છે. જમશેદ પરિવારની હોલ્ડિંગ કંપની ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન છે. સ્મિતા પરિવારના કારોબાર સાથે જાડાયેલી નથી પરંતુ તેમના પતિ વિજય કૃષ્ણ અને પુત્રી નાયરિકા હોલ્ડર બિઝનેસ ઓપરેશન સાથે જાડાયેલી છે.
આદિના ત્રણ બાળકો તાનિયા, મિસાબા અને પિરોજશા બિઝનેસમાં પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. એવી જ રીતે નાદિરના ત્રણ બાળકો છે. સૌથી મોટા પુત્ર બુરજીસ ગોદરેજ એગ્રોવેટનાટ્ઠ અને બીજા પુત્ર સૌરાબ ગોદરેજ ઇન્ડસ્ટ્રીનો કારોબાર સંભાળે છે. સૌથી નાના પુત્ર હોરમુસજી પરિવાર બિઝનેસ સાથે કોઇ લેવા દેવા ધરાવતા નથી. જમશેદ ગોદરેજના પુત્ર નવરોજ ગોદરેજ એન્ડ બોયસના બિન કાર્યકારી નિર્દેશક તરીકે છે જ્યારે પુત્રી રાયકા આ ગ્રુપમાં ઔપચારિકરીતે પ્રવેશ કરી શકી નથી. ગ્રુપની પાંચ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ હિસ્સેદારી ૧.૨ લાખ કરોડ રૂપિયાની છે. ગોદરેજ એન્ડ બોયસ મુંબઈમાં સૌથી વધારે જમીનવાળી ખાનગી કંપની છે. સરકારી રેકોર્ડમાં કંપનીની પાસે વિખરોલી, કુર્લા, નાહુરમાં જમીનો રહેલી છે. પરિવારમાં ખેંચતાણને લઇને શરૂઆતમાં અહેવાલ આવ્યા બાદ આની ચર્ચા છે. તાળાના કારોબારથી લઇને ચંદ્રયાનની યાત્રા તેના દ્વારા કાપવામાં આવી છે.