અમદાવાદ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હોસ્પીટલના નિર્માણથી આરોગ્યની વિશેષ સારવાર જુનાગઢના આંગણે મળશે. ગુજરાતને વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં નરેન્દ્રભાઇએ સવિશેષ દરકાર લીધી હતી. હવે રાજ્ય સરકારે આ સેવાને બહેતર બનાવી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના વખતે ગુજરાતમાં ૬ મેડીકલ કોલેજ સામે આજે ૯ મેડીકલ કોલેજ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાનો વ્યાપ વધારી વધારે લોકોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આયુષ્માન ભારત યોજના લાવી સમગ્ર દેશને આરોગ્યની ખેવતા કરી રહ્યા છે. સરકારે તેને પોતાના ખંભે ઉપાડી લીધી છે. રૂપાણીએ કહ્યું કે, નવી મેડીકલ કોલેજ બનતા તબીબી શિક્ષણ માટે છાત્રોને બહાર નહીં જવું પડે રાજ્ય સરકાર પઢાઇ (શિક્ષણ), કમાઇ(રોજગાર) અને દવાઇ(આરોગ્ય) ની સેવા આપવા કટીબદ્ધ છે.
ગરવા ગિરનારની ભૂમિમાં પધારેલા વડાપ્રધાન મોદીનું જૂનાગઢ શહેર તથા જિલ્લા ભાજપ, અગ્રણી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ વગેરેએ ફૂલોના વિશાળ હાર તથા સ્મૃતિચિન્હ એનાયત કરી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રએ જુનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલય ખાતેથી જે વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ કરી શુભારંભ કરાવ્યા.