આતંકવાદ અને સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બોર્ડર ઉપર ઈદ નિમિત્તે મીઠાઈની આપ લે મોકૂફ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
આતંકવાદ અને સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બોર્ડર ઉપર ઈદ નિમિત્તે મીઠાઈની આપ લે મોકૂફ
જૂની ચાલતી આવતી પરંપરા મુજબ ભારત અને પાકિસ્તાનના સંબંધો ગમે તેવા સારા કે નરસા સમયમાંથી પસાર થતા હોય પરંતુ દર દિવાળી અને ઈદ નિમિત્તે તેઓ સરહદ પાર મીઠાઈઓની આપ-લે કરી અને તહેવારોની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ ઈદ નિમિત્તે આ પરંપરા આગળ નહિ વધે. આ પરમપરા આગળ ના વધવાની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા થતું સીસ ફાયરનું ઉલ્લંઘન તથા ભારતીય સૈનિક ઉપર પાકિસ્તાન તરફથી ટ્રેઈન્ડ આતંકવાદીઓનો હાથ માનવામાં આવે છે.
વર્ષોથી ચાલતી આ પરંપરાને અટકાવી અને ભારતીય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદને કોઈજ સંજોગોમાં સહન નહિ કરાય, એટલુંજ નહિ પરંતુ પરંપરાઓને આધીન થયા વગર દુશ્મન સાથે જેવા સાથે તેવો વ્યવહાર કરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ભલે આ ઘટનાની સરસ નકારાત્મક થાય પરંતુ તેનાથી એક સ્પષ્ટ અને સીધો સંદેશ ISI અને અન્ય આતંકવાદી સંગઠનોને તો પહોંચશે કે ભારત દુશમનનના સૈન્ય અને આતંકવાદી બંને સાથે એક સરખોજ વ્યવહાર રાખે છે અને તેઓના મનસૂબા સફળ થવા દેવામાં નહિ આવે.
TAGGED:
Share This Article