અસ્થમા અથવા તો દમ શ્વાસ સાથે જોડાયેલી એક બિમારી તરીકે છે. જે ોઇ પણ વયમાં થઇ શકે છે. શ્વાસની નળીમાં સોજા અને સંકુચન હોવાની સ્થિતીમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.અસ્થમા હોવાની સ્થિતીમાં શ્વાસની નળી સંકુચિત થઇ જાય છે. સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી જાય છે. ઘુળ અને માટીના સંપર્કમાં આવવાથી દર્દીઓના શ્વાસ ફુલવા લાગી જાય છે. આવી સ્થિતીમાં ખાવાપીવાની ટેવ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે તો ફાયદો થાય છે. કેટલાક યોગાસનને નિયમિત રીતે કરવાથી અસ્થમા, સાઇનસ અને શ્વાસની તકલીફમાં આરામ મળે છે. ગોમુખાસન કરવાથી ફાયદો થાય છ. અસ્થમામાં યોગ અને પ્રાણાયામ કરવાથી લાભ થાય છે. નિયમિત અભ્યાસ કરવાની સ્થિતીમાં આરામ મળે છે. નિષ્ણાંતો કહે છે કે ગોમુખાસન કરતી વેળા બેસીને પગને આગળની બાજુમાં ફેલાવવામાં આવે છે. હાથને બાજુમાં રાખવામાં આવે છે.
ત્યારબાદ ડાબા પગને વળાવીને એડીને જમણી પીઢની દિશામાં લાવવામાં આવે છે. ત્યારબાદ જમણા પગને વળાવીને ડાબા પગની ઉપર એકબીજાને સ્પર્સ કરીને રાખવામાં આવે છે. ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા જમણા હાથને ઉપર લઇ જવામાં આવે છે. ત્યારબાદ જમણા ખભાને ઉપર ખેંચીને હાથને પીઠ તરફ લઇ જવામાં આવે છે. ડાબા હાથને પેટની પાસેથી પીઠની પાછળ લઇ જઇને જમણા હાથના પંજાને પકડવામાં આવે છે. ગરદન, કમર એ વખતે સીધી રાખવામાં આવે છે. આ અડધા ચક્ર જેવી સ્થિતી થઇ જાય છે. હવે હાથ અને પગની સ્થિતીને બદલીને ફરી તેનુ પુનરાવર્તન કરવામાં આવે છે. આ આસનને ચારથી પાંચ વખત કરવામાં આવે છે. લાભની વાત કરવામાં આવે તો આના કારણે હાથ અને પગની માંસપેશીઓ મજબુત થાય છે.
ખભા, ગરદન અને કમરની દુખાવાની ફરિયાદ દુર થાય છે. ટેન્શનમાં આરામ મળે છે. હાથ, પગ અને કરોડરજ્જુના હાડકાની તકલીફ આના કારણે દુર થાય છે. ગોમુખાસનની સાથે સાથે અનુલોમ વિલોમ પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રાણાયામને કરવા માટે શાંત જગ્યાએ બેસી જવામાં આવે છે. જમણા હાથના અંગુઠાને જમણા હાથની નાકને બંધ કરવામાં આવે છે. ત્યારબાદ ડાબા નાકથી શ્વાસને અંદરની તરફ ખેંચવામાં આવે છે. ત્યારબાદ જમણી નાકથી અંગુઠાને હટાવીને શ્વાસને બહારની તરફ છોડવામાં આવે છે. આ પ્રક્રિયા દિનમાં ચાર પાચ વખત કરવામાં આવી શકે છે. આ પ્રાણાયામની પ્રક્રિયાથી શ્વાસની પ્રક્રિયા સામાન્ય બને છે. દિમાંગ શાંત રહે છે. ઉંઘ ન આવવાની તકલીફ દુર થાય છે. આંખની રોશની સારી રહે છે. હાર્ટ અને ફેંફસાની કામગીરી સારી રહે છે. અનુલોમ વિલોમ પ્રયોગ કરવાથી ખુબ ફાયદો થાય છે. પદધીરાસન કરતી વેળા પહેલા વજ્રરાસન મુદ્રામાં બેસી જેવાની જરૂર હોય છે.
ઘુટણને પાછળની તરફ વાળીને બેસી જવાની જરૂર હોય છે. ત્યારબાદ હાથના અંગુઠાને બહારની તરફ રાખીને જમણી હથેળીને ડાબી બાજુ રાખવામાં આવે છે અને ડાબી હથેળીને જમણી બાજુ રાખવામાં આવે છે.ડાબી નાંક બંધ હોય તો ડાબી હથેળીથી જમણી બાજુ દબાવામાં આવે તે જરૂરી હોય છે. આ પ્રક્રિયાને નિયમિત રીતે પાંચ દસ મિનિટ કરવાની જરૂર હોય છે. આ આસનના અભ્યાસથી બંધ નાક ખુલી જાય છે. બંને સ્વર એક સાથે ચાલવાથી માનસિ સ્થિરતા આવે છે. જ્યારે એક નાક બંધ હોય અથવા તો એ જ સ્વર ચાલે ત્યારે પદાઘીરાસન કરવાની જરૂર હોય છે. આર્થરાઇટિસ, ઘુટણની પિડાથી આના કારણે રાહત થઇ શકે છે. જુદા જુદા પ્રકારના યોગથી સીધો ફાયદો થાય છે. આજે દુનિયાના દેશોમાં સાવધાન લોકો યોગા કરવા લાગી ગયા છે. આનાથી અનેક પ્રકારની શારરિક તકલીફ દુર થાય છે. ભારતમાં યોગની બોલબાલા છેલ્લા કેટલાક વર્ષોથી વધી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગને મહત્વ આપવામાં આવ્યા બાદ તેનો ક્રેઝ ભારતમાં વધી રહ્યો છે.