ઝોમેતો બોયે છોકરીને બળજબરીથી કિસ કરી, યુવતીની ફરિયાદના આધારે કરી ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ૪૨ વર્ષના ઝોમેટો ડિલિવરી બોયએ ૧૯ વર્ષની છોકરીને બળજબરીથી કિસ કરી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડિલિવરી બોય રઈશ શેખની ધરપકડ કરી. મામલો યેવલેવાડી વિસ્તારની નિયુક્ત સોસાયટીનો છે. આ અંગે કોંઢવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તે એન્જીનીયરીંગની વિદ્યાર્થીની છે અને કોંધવાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. ૧૭ સપ્ટેમ્બરની રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગ્યે તેણે ઝોમેતો પરથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય ખોરાક લઈને તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો કે તરત તેણે છોકરી પાસે પીવા માટે પાણી માંગ્યું.

યુવતીએ જણાવ્યું કે જેવી તે પાણી લાવી તેણે તેને પરિવારના સભ્યો વિશે પૂછવાનું શરૂ કર્યું. જ્યારે યુવતીએ જણાવ્યું કે તે તેના બે મિત્રો સાથે ફ્લેટમાં રહે છે, જેઓ તે સમયે પોતપોતાના ઘરે ગયા હતા. ડિલિવરી બોયને ખબર પડી કે આ સમયે છોકરી એકલી છે, તેણે ફરીથી છોકરી પાસેથી પાણીનો બીજો ગ્લાસ માંગ્યો. પરંતુ આ વખતે જેવી છોકરી પાણી લેવા માટે વળી કે તરત જ ઝોમેતો બોયએ તેને પાછળથી પકડી લીધી અને તેના ગાલ પર બે વાર ચુંબન કર્યું. કિસ કર્યા પછી ઝોમેટો બોય ત્યાંથી નીકળી ગયો. રસ્તામાં તેણે એમ પણ કહ્યું કે તે તેના કાકા જેવો છે. જો તેણીને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો તે નિઃસંકોચ તેની સાથે વાત કરી શકે છે.

Share This Article