Zomato ની વધુ બે દેશમાં કંપની બંધ કરવામાં આવી
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની ૧૦ વિદેશી પેટાકંપનીઓ બંધ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે તે ખર્ચ ઘટાડવા માટે આ ર્નિણય લઈ રહી છે. જાેકે આ બાદ પણ હજી પણ અન્ય દેશોમાંથી કારોબાર સમેટવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ દુનિયાભરમાંથી પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. જાેકે હવે કંપનીએ તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ભારત પર કેન્દ્રિત કરવાનો ર્નિણય કર્યો છે. આ વચ્ચે છેલ્લા એક વર્ષમાં, ઝોમેટોએ વિયેતનામ અને પોલેન્ડ સહિત વિશ્વભરમાં ફેલાયેલી તેની ૧૦ સહાયક કંપનીઓનું વેચાણ કર્યું છે. મહત્વનું છે કે આજે મળી માહિતી મુજબ વધુ બે દેશોમાં કંપની બંધ કરી છે. લગભગ તમામ બજારોમાંથી બહાર નીકળી ગયા હોવા છતાં, Zomatoહજુ પણ ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને UAEમાં બિઝનેસ ચલાવી રહી છે. કંપનીએ કહ્યું કે આ પેટાકંપનીઓ બંધ થવા છતાં તેના બિઝનેસ પર કોઈ અસર નહીં થાય. કંપનીએ વિદેશી બજારોમાં સક્રિય વ્યવસાયિક કામગીરી કરી ન હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩ ના અહેવાલ મુજબ, Zomato પાસે ૧૬ પેટાકંપનીઓ, ૧૨ સ્ટેપ ડાઉન પેટાકંપનીઓ અને એક સહયોગી કંપની હતી. તેમાં Zomato Payments, Blinkit Commerce , Zomato Financial Servicesનો સમાવેશ થાય છે. હાલમાં હવે Zomato વિયેતનામ કંપની લિમિટેડ કંપની અને યૂરોપમાં પણ આ કંપની બંધ કરવાનો ર્નિણય લીધો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો કર્યો છે. તેણે જૂન ક્વાર્ટરમાં રૂ. ૨ કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૩૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ૭૧ ટકા વધીને રૂ. ૨,૮૪૮ કરોડ થઈ છે. જાેકે હાલમાં મળતી માહિતી મુજબ Zomato વધુ બે દેશમાં કામકાજ બંધ કરવા જય રહી છે. નોંધ ઃ અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરતાં પહેલા જરૂરી નિષ્ણાતોની સલાહ લેવી.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more