ઘરેલૂ હેંડસેટ કંપની ઝિયોક્સ મોબાઇલ્સે લોંચ કર્યો એસ્ટ્રા સ્ટાર જાણો ફિચર્સ અને કિંમત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતની ધરેલૂ હેંડસેટ નિર્માતા કંપની ઝિયોક્સ મોબાઇલ્સે નવો વ્યાજબી કિંમતે સ્માર્ટફોન એસ્ટ્રા સ્ટાર લોંચ કર્યો છે. 

પોતાનો દષ્ટિબિંદુ જણાવતાં ઝાયોક્સ મોબાઈલ્સના સીઈઓ દીપક કાબુએ જણાવ્યું હતું કે અમારા સ્માર્ટફોનમાં એફોર્ડેબલ કિંમતે ઉચ્ચ કક્ષાની અને આગલી હરોળની ટેકનોલોજી લાવવી તે સ્માર્ટફોન્સની અમારી સિગ્નેચર એસ્ટ્રા રેન્જની વ્યાખ્યા કરે છે. અમે એસ્ટ્રા સ્ટાર સાથે રોમાંચિત છીએ, જે સ્માર્ટફોન્સનો રાઈઝિંગ સ્ટાર, મહત્તમ પરફોર્મન્સ સાથે શ્રેષ્ઠતમ ફીચર્સથી પાવર પેક છે.

આ મોબાઇલ ફોનની બજાર કિંમત રૂપિયા ૫,૮૯૯ રાખવામાં આવી છે.

ઝિયોક્સ એસ્ટ્રા સ્ટારના ફિચર્સઃ

  • ૨.૫ડી-કર્વ્ડ ગ્લાસ સાથે ૫ ઇંચનો એફડબ્લ્યુવીજીએ ડિસપ્લે
  • ૫ મેગાપિક્સલ રીઅર કેમેરા અને ૨ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ૨૩૫૦ એમએએચ બેટરી
  • ૧.૩ ગીગાહર્ટઝ ક્વોડ-કોર પ્રોસેસર
  • ૧ જીબી રેમ
  • ૧૬ જીબી રોમ
  • એન્ડ્રોઇડ ૭.૦ નૂગા ઓપરેટિંગ સિસ્ટમ
  • ડ્યુયલ સીમ અને ૨૧ ભાષાને સર્પોટિવ
Share This Article