અમદાવાદ : ઝેરોધા ટેકનોલોજીથી સજ્જ ભારતની સૌથી મોટી બ્રોકરેજ કંપની છે અને નાણાકિય વર્ષે 2018-19 દરમિયાન અમદાવાદમાં તેના સક્રિય ગ્રાહકોની સંખ્યામાં 64%નો વધારો થયો છે. કંપનીએ ગુજરાત અને અમદાવાદ વધી રહેલા આંકડાની માહિતી જાહેર કરી છે.
આ અંગે બોલતા ઝેરોધાના રિસર્ચ અને એજ્યુકેશનલ સર્વિસિસના વીપી શ્રી કાર્તિક રંગપ્પાએ જણાવ્યું હતું કે “ઝેરોધા ખાતે અમે એજ્યુકેશન અને જ્ઞાનની વહેંચણી સૌથી અગત્યની માનીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમે વિવિધ ચેનલ અને ફોર્મેટ અંતર્ગત આ કરી રહ્યા છીએ. જેમાં વર્સિટી, વેબિનાર્સ, ટ્રેડિંડ ક્યુ એન્ડ એ, ઝેડ–કનેક્ટ અને લર્નએપ જેવા વિવિધ માધ્યમોનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા વર્ષથી અમને ખ્યાલ આવ્યો છેક ભારતના મોટા ભાગના લોકો કન્ટેન્ટને હિન્દીમાં વાંચવા અને જોવામાં અનુકૂળતા અનુભવે છે. વર્સિટી પર અમને અમારા ઘણા વાચકો તરફથી હિન્દીમાં કન્ટેન્ટ પૂરૂ પાડવાની વિનંતીઓ આવી હતી. અમે હિન્દીમાં કન્ટેન્ટ પૂરૂ પાડીને અમારા વાચકોની સંખ્યામાં વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છીએ અને ભારતના ખૂણે ખૂણામાં પહોંચવા ઈચ્છીએ છીએ.”
ઝેરોધાના હેડ ઓફ સેલ્સ શ્રી સલમાન કુરૈશીએ જણાવ્યું હતું કે “બિઝનેસ તરીકે 2018નું વર્ષ અમારા માટે ગેમ ચેન્જર રહ્યું છે. તમામ એક્સચેન્જમાં સક્રિય ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટીએ સૌથી મોટા રિટેલ બ્રોકર બની ગયા છીએ અને દર મહિને વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધી રહી છે અને સૌથી વધુ ગ્રાહકો એકમાત્ર ડાયરેક્ટ મ્યુચ્યલ ફંડના પ્લેટફોર્મ કોઈનમાં વધ્યા છે.”
ભારતમાં હાલમાં કુલ ગ્રાહકોની સંખ્યા 1.6 મિલિયનથી વધારે છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં ધરખમ વધારો થયો છે. નાણાકિય વર્ષ 201819માં તેમાં 75 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં ઝેરોધાના ગ્રાહકોની સંખ્યા 109763 છે. ગુજરાતમાં ગ્રાહકોની સંખ્યા 75% (નાણાકિય વર્ષ 18-19)નો વધારો થયો છે. ઝેરોધાની અમદાવાદમાં બ્રાન્ચ છે જ્યારે વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં પણ ઓફિસ છે. ઝેરોધાની ગુજરાતમાં 1 બ્રાન્ચ ઓફિસ અને 11 પાર્ટરન ઓફિસ છે. અમદાવાદમાં ઝેરોધાના 25250 ગ્રાહકો છે અને 1 બ્રાન્ચ ઓફિસ અને 2 પાર્ટનર ઓફિસ છે. ઝેરોધા હાલમાં ભારતમાં પોતાની 24 બ્રાન્ચ ઓફિસ અને 96 પાર્ટનર ઓફિસ ધરાવે છે.
ઝેરોધાએ તાજેતરમાં હિન્દીમાં ઝેરોધા વર્સિટી પણ રજૂ કર્યુ છે.ઝેરોધા વર્સિટી એ ઝેરોધાની એજ્યુકેશનલ પહેલ છે જે ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ માટે જરૂરી તમામ પ્રકારની માહિતી અંત્યંત વિગતવાર પૂરી પાડે છે. હાલમાં વાચકો માટે હિન્દીમાં પ્રથમ ત્રણ મોડ્યુલ ઉપલબ્ધ છે. આગામી મહિનાઓમાં તમામ મોડ્યુલ્સ હિન્દીમાં ઉપલબ્ધ બનશે.
ઝેરોધાએ જે લોકો ફાઈનાન્સિયલ માર્કેટ્સ અંગે શીખવા ઈચ્છે છે તેમના માટે આ વર્ષની શરૂઆતમાં વર્સિટી એપ રજૂ કર્યું હતું.આ વર્ષે એપ્રિલમાં વર્સિટી એપમાં રજૂ કરવામાં આવી હતી અને 2.25 લાખ લોકોએ તેને ડાઉનલોડ કરી છે.
હાલમાં આ એપ ફક્ત ગૂગલ પ્લે પર ઉપલબ્ધ છે પરંતુ આગામી કેટલાક મહિનાઓમાં તેનું આઈઓએસ વર્ઝન પણ ઉપલબ્ધ બનશે.