મણિપુરમાં મહિલાને ર્નિવસ્ત્ર કરી પરેડ કરવા ઉપરાંત બે યુવતીઓ સાથે ગેંગરેપનો મામલો પણ સામે આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરાઈ હતી. ૧૬ મેના રોજ પીડિતાની માતાએ કાંગપોપકી જિલ્લાના સૈકુલ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી હતી. પીડિતાની માતાનું કહેવું છે કે ૪ મેના રોજ દીકરી અને તેની મિત્ર પર બહુમતી સમુદાયના ટોળાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. તેમના મૃતદેહ હજુ પરિવારને સોંપવામાં આવ્યા નથી. ૧૩ જૂનના રોજ, આ FIR ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પોરોમપટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, તેઓ હજુ પણ નથી જાણતા કે આ કેસમાં શું તપાસ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે ઝીરો એફઆઈઆર શું છે, તે ક્યારે નોંધવામાં આવી છે અને દેશમાં તેની શરૂઆત કેમ અને કેવી રીતે થઈ.
હવે સવાલ હશે કે ઝીરો FIR શું છે?.. તમને જણાવીએ કે, ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે સામાન્ય માણસ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા જાય છે, પરંતુ સામાન્ય રીતે સામાન્ય માણસને કાયદાની સંપૂર્ણ જાણકારી હોતી નથી. તેથી જ જ્યારે તેમને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં જવું પડે છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. ત્યારે ઝ્રિઁઝ્રની કલમ ૧૫૪માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ પોલીસ સ્ટેશન ઝીરો FIR નોંધી શકે છે, પછી તે તેનું કાર્યક્ષેત્ર હોય કે ન હોય. તેઓ કહે છે કે જો કેસ તે પોલીસ સ્ટેશનથી સંબંધિત ન હોય તો પણ સામાન્ય માણસ ત્યાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે.
ઝીરો એફઆઈઆરનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ભટકવું ન પડે. પીડિતને તાત્કાલિક મદદ કરવા માટે આ જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જેથી એફઆઈઆર નોંધાયા પછી સમયસર પગલાં લઈ શકાય. હવે ચાલો સમજીએ કે તે શું છે. જ્યારે પોલીસ સ્ટેશન તેના અધિકારક્ષેત્રની બહાર થયેલા ગુનાની ફરિયાદ નોંધે છે, ત્યારે તે ઝીરો એફઆઈઆરના સ્વરૂપમાં હોય છે. ગુનાના કિસ્સામાં, પોલીસ એવું કહીને FIR દાખલ કરવાનો ઇનકાર કરી શકતી નથી કે ઘટના સ્થળ તેના અધિકારક્ષેત્રમાં આવતું નથી. ગુનાના કિસ્સામાં પોલીસે તે સમયે ઝીરો એફઆઈઆર નોંધવી પડે છે. બાદમાં તેને તપાસ માટે મૂળ અધિકારક્ષેત્ર ધરાવતા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કરીને તપાસ શરૂ કરી શકાય.
હવે સવાલ હશે કે ઝીરો FIR કેવી રીતે શરૂ થઈ?.. તમને જણાવીએ કે, જસ્ટિસ વર્મા સમિતિની રચના ફોજદારી કાયદામાં સુધારો કરવા માટે કરવામાં આવી હતી જેથી એવી જોગવાઈ ઉમેરવામાં આવે કે મહિલાઓની જાતીય સતામણીના આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને તેમને સજા થઈ શકે. સમિતિના અહેવાલમાં ઝીરો એફઆઈઆરની ભલામણ કરવામાં આવી હતી. આ પછી, ઝીરો એફઆઈઆરની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. આ સમિતિની રચના ૨૦૧૨માં ર્નિભયા ગેંગરેપ બાદ કરવામાં આવી હતી.
આ જોગવાઈના અમલ પહેલા અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હતા જ્યારે પોલીસ પીડિતાને આ ઘટના તેમના અધિકારક્ષેત્રમાં નથી તેમ કહીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જવાનું કહેતી હતી. પરિણામે પીડિતને ન્યાય મળવામાં વિલંબ થતો હતો અથવા તો ગુનેગાર ભાગી જતો હતો. ર્નિભયા ગેંગરેપની ઘટના બાદ આવી ઘટનાઓ ન બને તે માટે ઝીરો એફઆઈઆરની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી.
હવે સવાલ હશે કે ઝીરો એફઆઈઆરમાં ગુનો લખાતો નથી… તમને જણાવીએ કે, ઝીરો એફઆઈઆરમાં કોઈ ગુનો લખવામાં આવતો નથી. તેથી જ તેને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. પોલીસ આ એફઆઈઆર દાખલ કરવામાં અચકાય છે કારણ કે ઘણી વખત એવું જોવા મળે છે કે બે લોકો વચ્ચે ઝઘડો થયો હોય, પરંતુ અન્ય વ્યક્તિ તેને ફસાવવા માટે એફઆઈઆરમાં તેના પર અન્ય ઘણા આરોપો મૂકે છે. તેથી જ જ્યાં આવો કોઈ કેસ નથી તે પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર નોંધવાનું ટાળે છે.