અમદાવાદ: ZEISSએ ગુજરાતમાં તેનું પહેલું અને ભારતમાં છઠ્ઠું ક્વોલિટી એક્સલન્સ સેન્ટર (QEC) શરૂ કર્યું છે. આ સેન્ટર અમદાવાદમાં કાર્યરત થયું છે. ZEISS મેટ્રોલોજી અને માપન સોલ્યુશન્સ આપતી અગ્રણી કંપની છે. કંપનીએ ભારતના ઝડપથી વિકસતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વ્હીકલ, મેડિકલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અને હાઈ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગની વધતી માંગ વચ્ચે ZEISSનું આ ક્વોલિટી એક્સેલન્સ સેન્ટર ઉદ્યોગોને વર્લ્ડ ક્લાસ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.
ZEISS ઇન્ડિયા પ્રા. લિ.ના ઇન્ડસ્ટ્રીયલ ક્વોલિટી સોલ્યુશન્સ વિભાગના હેડ શ્રી અવીન પદ્મપ્રભાએ જણાવ્યું કે, “અમદાવાદમાં ક્વોલિટી એક્સલન્સ સેન્ટર શરૂ કરવું ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવાની દિશામાં કંપનીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ અમારું છઠ્ઠું QEC છે. આ સેન્ટર ઉદ્યોગોને એડવાન્સ મેટ્રોલોજી સોલ્યુશન્સ, એપ્લિકેશન એન્જિનિયરિંગ અને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ આપશે. જેથી તેઓ ક્વોલિટી કંટ્રોલ પ્રક્રિયાઓમાં સુધારો કરી શકે.”
તેમણે ઉમેર્યું કે, “અહીં હાથ ધરવામાં આવતા દરેક માપન અને વિશ્લેષણ ઓટોમોટિવ, મેડિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) જેવા ઉદ્યોગોમાં દૂરગામી પ્રભાવ પડશે. અમે અમારા ગ્રાહકો માટે નાનામાં નાની વિગતોથી લઈને તેમના સૌથી મહત્વાકાંક્ષી ધ્યેય સુધી, દરેક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.”
આ નવા સેન્ટરમાં ZEISSની નવીનતમ કો-ઓર્ડિનેટ મીઝરિંગ મશીનો (CMMs), ઓપ્ટિકલ 3D સ્કેનર્સ અને સરફેસ મીઝરમેન્ટ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે. અહીં પ્રોડક્ટ ડેમો, ટ્રેનિંગ, એપ્લિકેશન સપોર્ટ અને કન્સલ્ટેશન જેવી સેવાઓ મળશે. જેનાથી મેન્યુફેક્ચરર્સ તેમના ઇન્સ્પેક્શન વર્કફ્લો સુધારી શકશે અને ઉચ્ચતમ ગુણવત્તા જાળવી શકશે.
આ ક્વોલિટી એક્સેલન્સ સેન્ટર ZEISSના ઇન્ડસ્ટ્રીયલ ક્વોલિટી સોલ્યુશન્સ વિભાગની સમગ્ર ભારતમાં સેવાઓ વિસ્તારવાની વ્યૂહરચનાનો ભાગ છે. જેથી ગ્રાહકોને અત્યાધુનિક મેટ્રોલોજી ટેકનોલોજી અને કુશળતાની સરળ એક્સેસ મળશે. કંપનીએ અગાઉ પણ દેશના અન્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં આવાં સેન્ટર્સ સ્થાપ્યા છે. આ પગલાથી ZEISS ઇન્ડસ્ટ્રીયલ ક્વોલિટી એશ્યોરન્સમાં વિશ્વસનીય ભાગીદાર તરીકેની પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે.
આ નવા સેન્ટરથી ZEISS ઇન્ડિયા હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેન્યુફેક્ચરર્સને વધુ ચોકસાઈવાળી માપન ટેક્નોલોજી અને નિષ્ણાતી સેવા આપી શકશે. જેનાથી ઉત્પાદન પ્રક્રિયામાં નવીનતા, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા વધશે.