અમદાવાદ: ઓપ્ટિક્સ અને ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં 175 વર્ષથી વધુની વારસાગાથા ધરાવતી ઝાઇસ (ZEISS) કંપનીએ નેત્ર સાથેના સહયોગથી અમદાવાદમાં તેનું પહેલું ઝાઇસ વિઝન સેન્ટર (ZEISS VISION CENTER) લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સિંધુભવન માર્ગ પર સ્થિત આ સેન્ટરનું ઉદ્ઘાટન ઝાઇસ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે, જે અમદાવાદના રહેવાસીઓને અદ્યતન અને ઉચ્ચ ગુણવત્તાવાળા આંખોની સંભાળના ઉકેલો પૂરા પાડશે.
આ પહેલ અંગે નેત્ર જે ઉત્તમ આંખોની સંભાળ સંબંધિત પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતા માટે જાણીતી છે, તે ઝાઇસ ઇન્ડિયા સાથેની ભાગીદારીને લઈને ઉત્સાહિત છે. ઝાઇસ વિઝન સેન્ટર ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ પ્રીમિયમ બ્રાન્ડેડ આઇવેર અને નિષ્ણાત આંખોની સંભાળ માટે સરળ અને સુગમ એક્સેસ પૂરી પાડશે.
ઉદ્ધાટન પ્રસંગે નેત્રના માલિક પાર્થિવ પટેલે જણાવ્યું કે “અમને અમદાવાદમાં ઝાઇસ વિઝન સેન્ટર લાવવા પર ગર્વ છે. ઝાઇસ ઇન્ડિયા સાથે મળીને અમારું લક્ષ્ય છે કે વિશ્વસ્તરીય આંખોની સંભાળના ઉકેલો પૂરા પાડીએ અને અમારા ગ્રાહકો માટે ગુણવત્તા અને સેવાની નવી ઊંચાઈઓ હાંસલ કરીએ. અદ્યતન ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે અમે શહેરમાં આંખોની સંભાળનો અનુભવ ફરી વ્યાખ્યાયિત કરવા અને અમારા ગ્રાહકો માટે ઑપ્ટિકલ એક્સલન્સના નવા ધોરણો સ્થાપિત કરવા માગીએ છીએ.”
ઝાઇસ વિઝન સેન્ટરમાં ઝાઇસ લેન્સની વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે, જેમાં અદ્યતન નવીનતાઓનો સમાવેશ થાય છે જેમ કે ઝાઇસ ડ્યૂરાવિઝન ગોલ્ડ યુવી લેન્સ, જે વધુ ટકાઉપણું અને યુવી રક્ષણ પ્રદાન કરે છે. ઝાઇસ માયોકેર લેન્સ જે ખાસ કરીને માયોપિયા ધરાવતા બાળકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ઝાઇસ સ્માર્ટલાઇફ લેન્સ જે આધુનિક ડિજિટલ જીવનશૈલીને સપોર્ટ કરે છે. ગ્રાહકો અહીં વિવિધ ટિન્ટ્સ અને પોલારાઇઝેશન ફીચર્સ સાથે કસ્ટમાઇઝ કરી શકાય તેવી સન લેન્સ ઑપ્શન પણ શોધી શકે છે, સાથે સાથે તમામ વયના લોકો માટે યોગ્ય પ્રીમિયમ ફ્રેમ્સની ખાસ પસંદગી પણ ઉપલબ્ધ છે. સેન્ટરમાં હાજર સર્ટિફાઈડ ઑપ્ટોમેટ્રિસ્ટ્સ અદ્યતન ડાયગ્નોસ્ટિક સાધનોનો ઉપયોગ કરીને વિસ્તૃત આંખોની તપાસ કરશે, જેથી દરેક વ્યક્તિની જરૂરિયાતોને અનુરૂપ વ્યક્તિગત લેન્સ સોલ્યુશન્સ પૂરા પાડવામાં આવી શકે.