ભારતનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું ઓટીટી મંચ ઝી5 દ્વારા ભારતની અગ્રણી ડિજિટલ સેવા પ્રદાતા રિલાયન્સ જિયોઈન્ફોકોમ લિ. સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીના ભાગરૂપે ઝી5 એપનું બીસ્પોક વર્ઝન હવે JioKaiOS ફીચર ફોન્સ પર ઉપલબ્ધ થશે. આ ભાગીદારીનું લક્ષ્ય દેશમાં આજે જિયો ફીચર ફોન્સના 40 મિલિયનથી વધુ ઉપભોક્તાઓ ફોન અંતર્ગત રીતે આપે છે તે ફીચર્સમાં ઉમેરા તરીકે મનોરંજનના સહભાગી વિકલ્પો ચાહનારાને ઓન-બોર્ડ લાવવાનું છે.
ઝી5 ઈન્ડિયાના સીઈઓ તરુણ કટિયાલે જણાવ્યું હતું કે ઝી5માં અમે મેટ્રો, સેમી- અર્બન અને રુરલ માર્કેટ્સ વચ્ચે ડિજિટલ મનોરંજન વચ્ચેનું અંતર દૂર કરવા માગીએ છીએ. અને આમાં અમે માનીએ છીએ કે જિયો અમારી પરફેક્ટ પાર્ટનર છે. વેબ શો, મુવીઝ, ડોક્યુ- ડ્રામાઝના રૂપમાં ઘણી બધી સમૃદ્ધ પ્રાદેશિક સુસંગત વારતાઓ સાથે અમે આ બજારોમાં મજબૂત હાજરી ધરાવતી જિયોની કન્ટેન્ટ ભાગીદાર બનવા માટે ઉત્તમ રીતે અનુકૂળ છીએ. અમારી લાઈબ્રેરીમાં મ્યુઝિક, ટીવી શો, ન્યૂઝ અને ઘણું બધું હોઈ તેના થકી દર્શકો હવે હાલતાચાલતા અને તેમની સુવિધાએ કન્ટેન્ટને પહોંચ મેળવી શકશે. ઝી5 સતત તેના ઉપભોક્તાઓ અને જાહેરાતદાતાઓ માટે પણ મૂલ્ય નિર્માણ કરવા માગે છે અને આ ભાગીદારી સાથે પ્રાદેશિક દર્શકોના મનમાં ઊંડાણથી પ્રવેશ કરવા માગતી બ્રાન્ડ્સ માટે અંતર દૂર થશે એવો અમને વિશ્વાસ છે.
આ જોડાણ થકીJioKaiOSના ઉપભોક્તાઓને ઝી5 મંચ પર પૂરતી વીઓડી (વિડિયો ઓન ડિમાન્ડ) ઓફરને પહોંચ મળશે:
- લોકપ્રિય હિંદી અને પ્રાદેશિક ચેનલોમાં અનિયંત્રિત કન્ટેન્ટ ઓફર- ઝી ટીવી, &TV,ઝી અનમોલ, ઝિંગ, ઝી મરાઠી, ઝી તમિળ, ઝી બંગલા, ઝી યુવા, સાર્થક ટીવી, ઝી કન્નડ, ઝી સિનેમા, ઝી એકશન અને પિક્ચર્સ, ઝી કેફે, &ફ્લિક્સ, ઝી ઈટીસી વગેરે.
- હિંદીમાંથી ફિલ્મ મ્યુઝિક અને પ્રાદેશિક મુવીઝ, ઈન્ડી- પોપ, મૂડ પ્રમાણ વર્ગીકરણ, ઈવેન્ટ પ્રસરારણ જેવા પ્રકારોમાં મ્યુઝિકનું વ્યાજ કલેકશન.
- હિંદી, ભોજપુરી, મરાઠી, બંગાળી, તમિળ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓમાં લોકપ્રિય મુવીઝ.
સ્માર્ટ ડિવાઈસીસથી પ્રેરિત અને હાઈ સ્પીડ ડેટા સર્વિસીસની વ્યાપક ઉપલબ્ધતાને લીધે દર્શકોને ઝી5એ વીતેલાં વર્ષોમાં નિર્માણ કરેલી વ્યાપક પ્રાદેશિક કન્ટેન્ટ લાઈબ્રેરીને પહોંચ મળશે.
ડિસેમ્બર 2018ના રોજ ઝી5ના 56.3 મિલિયન માસિક સક્રિય ઉપભોક્તાઓ હતા, જેઓ દિવસમાં મંચ પર સરેરાશ 31 મિનિટ વિતાવે છે. ઝી5 ગૂગલ પ્લે સ્ટોર રેન્કિંગ્સ અનુસાર ભારતમાં ટોપ- 5 ફ્રી અને ગ્રોસિંગ એન્ટરટેઈનમેન્ટ એપ્સમાં સતત સ્થાન ધરાવે છે. જિયો થકીKaiOSમાં પ્રવેશ સાથે ઝી5 આ ગાથાનું પુનરાવર્તન કરવાનો વિશ્વાસ ધરાવે છે.