ZEE5એ પોતાના વિશાળ શો કરનજીત કૌરના લાઇવ થવાની સાથે આપી આ એક્સક્લુસિવ ઓફર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લેંગ્વેજ કન્ટેંટ માટે ભારતના ડિજીટલ એન્ટટેઇમેન્ટ પ્લેટફોર્મ ZEE5 આ વિકએન્ડથી વધુ આકર્ષક બનાવી રહ્યું છે. પોતાના શો કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીના રજૂઆતના દિવસે ZEE5એ ગ્રાહકો માટે મર્યાદીત સમયવાળી ઓફર રજૂ કરી છે. આ ઓફર અંગર્ગત ગ્રાહકોને બે મહીનાઓનું માસિક સબ્સક્રિપ્શન ૯૯ રૂપિયાની બચત સાથે માત્ર ૯૯ રૂપિયામાં મળશે તથા એક વર્ષનું સબ્સક્રિપ્શન ૫૦૦ રૂપિયાની સાથે માત્ર ૪૯૯ રૂપિયામાં મળશે.

ZEE5 ઇંડિયાના બિઝનેસ હેડ મનીષ અગ્રવાલે જણાવ્યું, આ અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે જ્યારે અમે ન માત્ર અમારી બહુપ્રતિક્ષિત વેબ સીરીઝ લોંચ કરી રહ્યાં છીએ, પરંતુ અમારા ગ્રાહકો માટે મર્યાદીત સમયગાળાની આંકર્ષક ઓફર પણ આપી રહ્યાં છીએ. અમારૂં માનવું છે કે તેનાથી અમારા ગ્રાહકોને અમારી એપ ડાઉનલોડ કરવાનું એક લલચામણું કારણ મળશે. આગામી મહીનાઓમાં અમારી ટીમ આ પ્લેટફોર્મના માધ્યમથી કેટલીક રોમાંચક રજૂઆતો કરશે, જે દર્શકોને રોજ અમારા પ્લેટફોર્મ પર આવી મનોરંજન કરવા માટે આકર્ષિત કરશે.

ZEE5 એ ZEE5 પ્રીમિયમ ક્લબના તમામ પૂર્વ યબઝર્સને ઉદાહરણીય ૧ અને ૩ મહીનાનું પેક સંપૂર્ણ રીતે નિશુલ્ક પ્રદાન કર્યું છે. જી સ્ટોર તરફથી ઓટીટી પ્લેટફોર્મ સબ્સક્રિપ્શન આધારિત મોડલ પર કામ કરે છે, જેમાં સબ્સક્રાઈબર માસિક, ત્રિમાસિક, છ માસિક તે વાર્ષિક સબ્સક્રિપ્શન પસંદ કરી શકે છે.

Share This Article