ઝી ટીવીના ટોચના પારિવારિક નાટ્ય મનમોહિનીએ તેની રસપ્રદ વાર્તા અને તેના પ્લોટમાં આવેલા વણાંકોથી દર્શકોના દિલ જીત્યા છે. તાજેતરમાં, દર્શકોએ જોયું કે, મોહિની (રેયહના પંડિત)એ તેનો જાદુ રામ (અંકિત સિવાચ) પર કર્યો અને તેની દરેક ઇન્દ્રિય પર કાબુ કરી લીધો.
ઘણા ષડયંત્ર કર્યા બાદ, મનમોહિની હવે એક વર્ષના લીપ માટે તૈયાર છે અને દર્શકો માટે તેમાં ઘણા વણાંકો રજૂ કરશે. લીપ બાદ, વાર્તાને રામ અને મોહિની પર કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં રામ પર હવે સંપૂર્ણપણે મોહિનીનો કાબુ છે અને તેને સિયા કે પછી તેની સાથે લગ્નની કોઈપણ વાત યાદ નથી. બીજી તરફ, સિયાએ હવે, દૂરના દેશમાં છે અને તે બેહરામગઢ હવેલીમાં કાલીના છૂપા વેશમાં આવવાનું નક્કી કરે છે, જેથી કરીને રામ અને મોહિની તેને ઓળખી ન શકે. જેમ જેમ પ્રેમ અને નાટક આગળ વધી રહ્યું છે, એક નવું પાત્ર વનરાજ સિયાના જીવનમાં પ્રવેશશે અને તેને બેહરામગઢ લઈ જશે. વનરાજનું પાત્ર પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર ઝુબેર કે ખાન કરશે.
વનરાજની પાસે ખાસ પાવર છે અને તે હાઈબ્રિડ ક્રિએચર છે, તે અડધો માનવી અને અડધો સિંહ છે. બેહરામગઢ સિયા સાથે આવવાનો તેનો પોતાનો ખાસ હેતુ છે, જેમાં તે મોહિની પાસેથી ખાસ બદલો લેવા ઇચ્છે છે. શોનો હિસ્સો બનવા અંગે કહેતા, ઝુબેર કહે છે, ‘વનરાજએ એક સુપરહ્યુમન છે અને તેની ખાસ ક્ષમતા એ છે કે, તે જ્યારે ગુસ્સામાં આવે છે, ત્યારે તે સિંહમાં બદલી જશે. સમગ્ર પાત્રનું આ વર્ણન જ કંઈક એવું હતું કે, તેને મને આ પાત્ર કરવા માટે પ્રેરિત કર્યો. હું સુપરનેચરલ થ્રિલરનો મોટો ચાહક છું અને સુપરહ્યુમનનું પાત્ર કરવું એ અત્યંત રસપ્રદ છે. મેં ટ્વાઇલાઈટ જેવા શો જોયા છે અને મારે પણ એવું જ પાત્ર કરવાનું છે અને તેના લીધે જ મને વનરાજનું પાત્ર કરવામાં રસ પડ્યો છે. વધુમાં, હું ટેલિવિઝન પર આવા રસપ્રદ પાત્રની સાથે ફરી પ્રવેશ કરવા માટે ઉત્સાહિત છું અને આશા રાખું છું કે દર્શકો મારી આ સાઇડની મજા માણશે.”
વનરાજના તેમના જીવનમાં પ્રવેશ્યા બાદ મોહિની, રામ અને સિયાના જીવનમાં શું નવું થશે? શું વનરાજ મોહિની સાથે તેનો બદલો લેવામાં સફળ થશે?