એક પ્રગતિશીલ વાર્તાની સાથે સશક્ત પાત્રો અને પર્ફોર્મન્સની મદદથી જુદાઈએ દર્શકોમાં તથા વિવેચકોમાં તુરંત જ હિટ સાબિત થઈ હતી. રાજ કંવર દ્વારા ડિરેક્ટ અને બોની કપૂર દ્વારા પ્રોડ્યુસ આ, ૧૯૯૭ની ફિલ્મમાં અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર અગ્રણી ભૂમિકામાં છે, જેને કાદર ખાન, ફરિદા જલાલ, જ્હોની લિવર, પરેશ રાવલ, ઉપાસના સિંઘ અને સઈદ જાફરી સપોર્ટીવ ભૂમિકામાં છે, સાથોસાથ અભિનેત્રી પૂનમ ધિલ્લોનની પણ ખાસ ઉપસ્થિતિ રહી છે.
ઝી બોલિવૂડના દર્શકોની સામે ૧૦૧ ટકા શુદ્ધ બોલિવૂડ મૂવીને રજૂ કરવાના વાયદાની સાથે ૧૦૧ ટકા શુદ્ધ ડ્રામા મૂવી જુદાઈને તેની પ્રસ્તાવના ચલતી હૈં ક્યા ૯ સે ૧૨ હેઠળ ગુરુવાર, ૩૦મી મે, સાંજે ૯ વાગે રજૂ કરીને આ અનુભવી કલાકાર પરેશ રાવલને ખાસ જન્મદિવસની શુભકામના આપે છે.
કાજલ (શ્રીદેવી)ના લગ્ન રાજ(અનિલ કપૂર), વ્યવસાયથી એક એન્જિનિયરની સાથે થયા છે. તે અને તેના પિતા (કાદર ખાન)ને એવું હતું કે, તે પૈસાદાર, ધનવાન અને કૌભાંડી છે. જો કે, કાજલનું સપનું હંમેશા એક વૈભવી અને આરામદાયી જીવન જીવવાનું હતું પરંતુ જ્યારે તેને જાણ્યું કે, તેનો પતિ એક સરળ અને પ્રમાણિક માણસ છે, ત્યારે તેનું આ સપનું તૂટી ગયું. કાજલે તેના નસીબને સ્વિકારી લીધું, પરંતુ હજી પણ તે વૈભવી જીવન જીવવાના સપના જોતી હતી. બે બાળકોના જન્મ તથા લગ્નના કેટલાક વર્ષો બાદ પણ તે પોતાની જાતને બદલી ન શકી. કાજલના જીવનમાં ત્યારે મોટો વણાંક આવે છે, જ્યારે રાજના બોસ સાહની (સૈયદ જાફરી)ની ભત્રીજી જાહન્વી (ઉર્મિલા માતોંડકર) ન્યુયોર્કથી ભારત આવે છે.
રાજ અને જાહન્વીની શરૂઆત એક ઝગડાથી થાય છે, પરંતુ રાજ જ્યારે તેને એક બિઝનેસ એસોસિયેટ્સ દ્વારા હેરાન થતી બચાવે છે, એટલે તે રાજને ચાહવા લાગે છે. જ્યારે તેને રાજના લગ્ન વિશે ખબર પડે છે તો, જાહન્વી રાજને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે. રાજની સાથે લગ્ન કરવાના બદલામાં તે કાજલને બે કરોડ રૂપિયા આપવાની ઓફર કરે છે. કાજલ, તેને એક ધનવાન બનવાની તથા એક સરળ જીવન જીવવાની તક સમજી લે છે અને તેનો પ્રસ્તાવ સ્વિકારી લે છે અને તે રાજને તેની સાથે છૂટાછેડા લઈને જાહન્વીની સાથે લગ્ન કરવા માટે દબાણ કરે છે. કાજલના આ પગલાથી તે રાજ અને તેના પરિવારથી દૂર થઈ જશે? શું જાહન્વી રાજનો પ્રેમ જીતી શકશે?