સોની ગ્રુપે ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે ૧૦ બિલિયન ડોલરની ડીલ રદ કરવાનો ર્નિણય કર્યો છે. સોની ગ્રુપ તેના ભારતીય બિઝનેસને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. આ જાણકારી સોની ગ્રુપ કોર્પોરેશન દ્વારા વેબસાઈટ પર આપવામાં આવી છે. સોમવારે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં ડીલ રદ કરવા અંગે કહ્યું હતું. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ દ્વારા પણ આ સંદર્ભે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીલ રદ કર્યા બાદ સોની કરારના ઉલ્લંઘન માટે ૯૦ મિલિયન ડોલરની ટર્મિનેશન ફીની માગ કરી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, તેઓ સોનીના આ દાવાને નકારી કાઢે છે અને તેના માટે ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. સોની ગ્રુપ દ્વારા આ ડીલ રદ કરવાના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટે તાજેતરમાં એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે, કલવર મેક્સ એન્ટરટેઈનમેન્ટ સાથે ૧૦ બિલિયન ડોલરની ડીલ સફળતા પૂર્વક પૂર્ણ કરવાનો પ્રયત્નો કરી રહી છે. કલવર મેક્સ એન્ટરટેઈનમેન્ટનું જૂનું નામ Sony Pictures Entertainment છે. ૧૯ જાન્યુઆરીના રોજ, Zee જણાવ્યું હતું કે, અમે જણાવી રહ્યા છીએ કે અમે સોની સાથે મર્જર કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રસ્તાવને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. આ ડીલની સફળતા માટે અમે સોની સાથે વાતચીત કરી રહ્યા છીએ. બ્લૂમબર્ગે થોડા દિવસ પહેલા એક અહેવાલમાં કહ્યું હતું કે, સોની આ ડીલ રદ કરવા પર વિચાર કરી રહી છે. મર્જર બાદ નવી કંપનીમાં નેતૃત્વને લઈને બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ બની રહી ન હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more