એક સંપૂર્ણ મનોરંજન પેકેજ, સાંબાએ એક એક્શનથી ભરપૂર નાટ્યની સાથે એક ક્રિસ્પ વાર્તા લાઈન અને અત્યંત કડક સ્ક્રીપ્ટ છે. તેલુગુ સિનેમાના મોટા ડિરેક્ટર વી.વી. વિનાયકની ‘સાંબા’માં દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર, ભૂમિકા ચાવલા, જેનેલિયા ડિ’સુઝા અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે. ઝી એક્શન- ઇન્ડિયાસ વનસ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્શન મૂવીસ પ્રિમિયર કરી રહ્યું છે, એક્શન મસાલા ફિલ્મ સાંબા.
આ મૂવીમાં ધર્માય્યા નાયડુ (વિજયા કુમાર), એક અંડરવર્લ્ડ ડોનના જીવનની આસપાસ ફરે છે. અંડરવર્લ્ડના આ રાજા તેની પત્નિને એટલા માટે ગુમાવે છએ કારણકે, તે અભણ છે, આ બાબત તે પોતાની ઉપર લઈ લે છે અને તે પોતે પોતાની જાતે આગળ વધીને શાળા બાંધે છે અને તેના લોકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે છે. ધર્માય્યાએ તેની દિકરા સાંબા (એનટીઆર જુનિયર) અને દિકરી (સિથારા), જેને પસુપથી (પ્રકાશ રાજ), એક શક્તિશાળી બિઝનેસમેનની સાથે લગ્ન કર્યા છે. જ્યારે લગ્ન થયા ત્યારે, તેને ધર્મય્યા પાસેથી ગ્રેનાઈટની ખાણની જમીન દહેજમાં માંગી હતી. આનાથી આઘાતમાં ધર્મય્યાની દિકરી આત્મહત્યા કરે છે. સાંબાએ તેની બહેનની મૃત્યુ પાછળનું કારણ તુરંત જ જાણી લે છે અને તે બદલો લેવા માટે તૈયાર થાય છે.
બદલાની ભાવના સાથે, સાંબા ફરીથી ખાણ પરનો કાબુ મેળવે છે અને પસુપથીના ભાઈઓને મારી નાખે છે. તેના બદલામાં પસુપથી સાંબાના પરિવારને મારી નાખે છે, ત્યારબાદ તેમને બંનેને શહેરમાં જ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. સાંબા કાંચીમાં જતો રહે છે, જ્યારે પસુપથી તેના જીવનની શરૂઆત અમૃતસરમાં કરે છે. જેવી રીતે વાર્તા આગળ વધે છે, સાંબાની તરસ વધતી જાય છે અને તે તેના પરિવારની મોતનો બદલો લેવા ઇચ્છે છે અને તેના પિતાનું તેના શહેરમાં શાળા બનાવવાનું સપનું પુરું કરવા ઇચ્છે છે.
શું સાંબા પસુપથીની સાથે તેનો બદલો લેવા માટે પાછો ફરી શકશે? કે પછી તે, ફરીથી લોકોને શિક્ષણ આપવાનું તેના પિતાનું સપનું પુરું કરવા તરફ કામગીરી ચાલુ કરી શકશે?