અપરિચિત- ધ સ્ટ્રેન્જર, એ તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ અન્નિયાનનું ડબ કરેલું હિન્દી વર્ઝન છે. સુપરસ્ટાર અને રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા વિક્રમને મુખ્ય પાત્રમાં રજૂ કરતી આ દિલધડક ફિલ્મ, ઝી એક્શન- એક્શન મૂવીસ માટેના ઇન્ડિયાસ વન- સ્ટોપ ડેસ્ટિનેશનમાં, તેની પ્રસ્તાવના ‘ફાઈટ કી નાઈટ’ હેઠળ રવિવાર, ૨૮મી જુલાઈના રોજ સાંજે ૮ વાગ્યે પ્રસારીત થશે. આ ફિલ્મમાં સાધા (નંદીની), વિવેક (ચારી) અને પ્રકાશ રાજ (ડીસીપી પ્રભાકર) અગ્રણી ભૂમિકામાં છે.
અપરિચિત- ધ સ્ટ્રેન્જર એ અંબી (વિક્રમ)ની અને એક અપ્રમાણિક તથા ભ્રષ્ટ સમાજની સામે સામાન્ય માણસની લડાઈની વાર્તા છે. દિવસમાં એક વકિલ અને રાત્રે એક સંસ્થાના સભ્ય, જેનું હુલામણું નામ નિયમ રામાનુજમ કહેવાય છે, કારણકે, તે હંમેશા નિયમો અનુસાર ચાલે છે. સમાજમાં બદલાવ લાવવા માટે અંબી વધુ આગળ જવા ઇચ્છે છે અને સિસ્ટમની સામે લડે છે. જો કે, તેના આ સારા ઇરાદાને બધા પાસેથી પ્રોત્સાહન નથી મળતું. ઘણી યુક્તિઓ અજમાવ્યા પછી, અંબી અપિરિચીતનો અવતાર ધારણ કરે છે અને જે લોકો નિયમોથી વિરુદ્ધ કાર્યો કરે છે, તેને સજા આપવાનું ચાલુ કરે છે.
જેમ-જેમ વાર્તા આગળ વધે છે, તે તેના બાળપણના પ્રેમ નંદીની (સાદા)ની સાથે પ્રેમમાં પડે છે, જે તેનો પ્રસ્તાવ નકારે છે, અને એક અત્યંત સુંદર તથા સ્ટાઈલિશ મોડેલ રેમોને પસંદ કરે છે. જો કે, દિલધડક અને જકડી રાખે તેવી પળો પછી વાર્તામાં એક મોટો વણાંક આવે છે પાત્રોના રંગો ધીમે-ધીમે જાહેર થાય છે. જ્યારે દરેક બાબત ખોટી થતી જાય છે, અનિશ્ચિત અને પ્રમાણિક પોલિસ પ્રભાકર (પ્રકાશ રાજ) એ એક જ માત્ર આશાનું કિરણ છે. પ્રભાકર શહેરમાં થયેલા દરેક હુમલા અને ખૂન પાછળના કારણો શોધી રહ્યો છે અને ગુનેગારને શોધવા માટેની તૈયારી કરે છે.