મુંબઇ : અભિનેત્રી ઝરીન ખાન બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ પુરવાર થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં તેને સારી ફિલ્મો હાથ લાગી રહી નથી. તે ફિલ્મોમાં સ્થાન મેળવી લેવા વધારે સેક્સી બોડી હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે. ઝરીન બોલિવુડમાં કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં રહેવા માટે ઇચ્છુક નથી.
તે છેલ્લે ૧૯૨૧માં નજરે પડી હતી. જે ફલોપ સાબિત થઇ હતી. આ સંદર્ભમાં વાત કરતા ઝરીન ખાને કહ્યું છે કે, તેના ઉપર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું. તે પોતાની રીતે વજન ઉતારી રહી છે. તેનું કહેવું છે કે, કોઇપણ પ્રકારના દબાણ અથવા નિર્માતા નિર્દેશકો તરફથી રજૂઆતના કારણે તે પોતાનું વજન ઉતારી રહી નથી.
તેનું કહેવું છે કે, વજન ઉતારવાની બાબત ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. બાળપણથી લઇને તે સ્થૂળતાથી ગ્રસ્ત હતી પરંતુ બોલીવુડમાં પ્રવેશ્યા બાદ તેના વજનને લઇને કેટલીક ચર્ચા હતી. આજ કારણસર હવે તે વજન ઉતારી રહી છે. કેટરીના કૈફ જેવી દેખાતી આ અભિનેત્રીએ પોતાની બોલીવુડ કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે વીર મારફતે કરી હતી પરંતુ પ્રથમ ફિલ્મમાં જ ફ્લોપ શો થયો હતો ત્યારબાદ તેને કોઇ મોટી સફળતા મળી રહી ન હતી.
ઘણી બધી ફિલ્મો ત્યારબાદથી તે કરી ચુકી છે. આઈટમ સોંગમાં પણ નજરે પડી હતી. તેનું કહેવું છે કે, બોલીવુડમાં ટકી રહેવા માટે તે કટિબદ્ધ છે અને તે સારી ફિલ્મો મેળવવા માટે આશાવાદી છે. ઝરીન ખાન માને છે કે, બોલીવુડમાં દરેક અભિનેત્રી પાસે કામ છે અને પોતાની કુશળતા મુજબ કામ પણ મળી રહ્યું છે. સલમાન સાથેની રેડ્ડી ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ આશા છોડી નથી.