સુરત : જાણીતા ઉદ્યોગ સાહસિક અને પર્યાવરણવીદ વિરલ દેસાઇના નેતૃત્વ હેઠળના ઝેનિટેક્સને સતત ચોથી વાર વાઇબ્રન્ટ ગુજરાત 2019 એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યું છે. પર્યાવરણની સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી અને નોંધપાત્ર યોગદાન આપવા બદલ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ એવોર્ડ મેળવનાર ઝેનિટેક્સ એકમાત્ર ઓર્ગેનાઇઝેશન છે. ઝેનિટેક્સના વિરલ દેસાઇ ગ્રીન મેન ઓફ ગુજરાત તરીકે પણ ઓળખ ધરવે છે અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 19મી જાન્યુઆરીના રોજ તેમનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે પર્યાવરણની સુરક્ષા અને ઉર્જા સંરક્ષણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ વિરલ દેસાઇએ અગાઉ પણ સંખ્યાબંધ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ્સ મેળવ્યાં છે. વર્ષ 2015માં લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે મહાત્મા ગાંધી સન્માન એવોર્ડ મેળવવો એ આ યુવાન ઉદ્યોગ સાહસિકની અનેરી સિદ્ધિ છે. રાષ્ટ્રીય સ્તરે તેમણે ભારત સરકારના ઉર્જા મંત્રાલય તરફથી સતત ત્રણ વખત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ મેળવ્યો છે.
વર્ષ 2018માં ગ્રુપ લેન્ડમાર્કે વિરલ દેસાઇને બ્રાન્ડ ન્યુ મર્સિડિઝ કારની ખરીદી સાથે 250 રોપા ગિફ્ટ કરીને પર્યાવરણ સુરક્ષા માટે તેમની કામગીરીને બિરદાવી હતી.
તેમની કંપની ઝેનિટેક્સે એક એસએમઇ તરીકે ગોલ્ડન ટ્રોફી મેળવી છે. સતત ત્રણ વર્ષ માટે ઝેનિટેક્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ જીત્યો છે. પર્યાવરણ સુરક્ષા માટેની કામગીરી કરીને સૌથી વધુ એવોર્ડ મેળનવા કંપની તરીકે ઝેનિટેક્સ હવે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન ધરાવે છે.
હાર્ટ્સએટવર્ક ફાઉન્ડેશન સાથે મળીને વિરલ દેસાઇએ વૃક્ષારોપણ અભિયન પણ શરૂ કર્યું હતું, જે અંતર્ગત 21,000 રોપાનું વાવેતર કરાયું હતું સાથેજ 3800 ટ્રી ગાર્ડ આપવામાં આવ્યાં હતાં. તેઓ સાથે મળીને આરોગ્ય, પર્યાવરણ, કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે સક્રિયપણે કામ કરી રહ્યાં છે.
સસ્ટેનિબિલીટી માટે વિયેતનામ તરફથી માનદ્ ડોક્ટરેટની પદવી ધરાવતા વિરલની કામગીરી અને પહેલને ઉદય માહુરકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લખાયેલા પુસ્તક માર્ચિંગ વીથ અ બિલિયનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં 100થી વધુ બિલ્ડિંગ્સમાં વિશ્વના સૌથી મોટા પિંક રિબન-બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પ આયોજિત કરવા બદલ પણ તેમણે વિશિષ્ટ ઓળખ હાંસલ કરી છે.
સુરત અને સમગ્ર વિશ્વમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહયોગ કરવામાં પણ વિરલ હંમેશાથી અગ્રેસર રહ્યાં છે. આહવા ડાંગના આદિજાતિ વિસ્તારમાં વિરલ દેસાઇએ 5000 સાડીનું વિતરણ તેમજ 40,000થી વધુ મહિલાઓનું સ્ક્રિનિંગ કરીને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવી છે.
એક ઉદ્યોગ સાહસિક તરીકે વિરલ દેસાઇ ક્લિન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા અને પર્યાવરણની રક્ષા માટે તેમની 360 ડિગ્રી સસ્ટેનિબિલીટી કાર્યપદ્ધતિ માટે જાણીતા છે. ઝેનિટેક્સની ફેબ્રિક બ્રાન્ડ દ્વારા દેસાઇ વિશ્વ સ્તરીય સસ્ટેનિબિલીટી કલર્સ તેમજ વિન્ડમીલની મદદ સાથે ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. તેઓ પોતાની બ્રાન્ડ દ્વારા સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપે છે. તેમજ ગ્રીન એનવાયર્નમેન્ટ માટે હંમેશા પ્રયત્નશીલ છે.