‘નોટબુક’માં બે રોલમાં દેખાશે ઝહીર ઈકબાલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઝહીર ઈકબાલ આ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ નોટબુકથી ડેબ્યુ કરી રહ્યા છે. ઝહીરની સાથે સાથે આ ફિલ્મમાં નૂતનના પૌત્રી પ્રનૂતન પણ ડેબ્યુ કરી રહ્યા છે. પહેલી જ ફિલ્મમાં ઝહીર ઈકબાલ બે પ્રકારના રોલ કરી રહ્યા છે.

કાશ્મીરના બેકડ્રોપ પર આધારિત આ રોમેન્ટિક ફિલ્મમાં ઝહીર ઈકબાલ બે રોલમાં દેખાશે. ફિલ્મના ટ્રેલરમાં ઝહીર ઈકબાલ શાળાના શિક્ષકનો રોલ કરતા દેખાઈ રહ્યા છે. જો કે ફિલ્મમાં તે આર્મી સૈનિકના રોલમાં પણ છે. ફિલ્મના કેટલાક સીનમાં ઝહીર ઈકબાલ સૈન્યના યુનિફોર્મમાં દેખાશે. ફિલ્મમાં તે ખૂબ જ ઓછા સમય માટે સોલ્જર બન્યા છે. જો કે ઝહીર ઈકબાલ સોલ્જરના રોલ માટે ગર્વ અનુભવી રહ્યા છે.

ઝહીરનું કહેવું છે કે તેમને ભારતીય સૈન્ય પર ખૂબ જ ગર્વ છે, અને એક આર્મી ઓફિસરનું પાત્ર ભજવવાની તક મળવાથી તે પોતાની જાતને ખુશકિસ્મત માને છે. સલમાન ખાની ફિલ્મ નોટબુકમાં ઝહીરના બે રોલને કારણે હવે ફિલ્મનું સસ્પેન્સ વધુ ગાઢ બન્યું છે.

કાશ્મીરમાં શૂટ થયેલી આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિનર નીતિન કક્કરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્‌યુસ કરી રહ્યા છે. નોટબુક બે એવા વ્યક્તિઓની લવ સ્ટોરી છે, જે ક્યારેય મળ્યા જ નથી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૨૯ માર્ચે રિલીઝ થઈ રહી છે

Share This Article